પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યોગગુરૂ સ્વામી આધ્યાત્મનંદજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 08 MAY 2021 3:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગગુરૂ સ્વામી આધ્યાત્મનંદજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આધ્યાત્મિકતા જેવા ગહન વિષયની તેમની સરળ શૈલીમાં તેમણે આપેલી સમજૂતીને યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું હતું કે યોગશિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી હતી.

યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજી પરમધામ સીધાવ્યા તે જાણી દુ:ખ થયું. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેઓએ સરળ શૈલીમાં સમજાવ્યો. યોગ શિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી છે તેનું સ્મરણ કરી શ્રધ્ધાંજલી અર્પું છું. ૐ શાંતિ !

— Narendra Modi (@narendramodi) May 8, 2021

SD/GP/JD
 


(Release ID: 1717031) Visitor Counter : 259