પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત યુરોપિયન યુનિયનના નેતાઓની મીટિંગ (8 મે, 2021)
Posted On:
06 MAY 2021 6:11PM by PIB Ahmedabad
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી ચાર્લ્સ માઇકલના નિમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી મે, 2021ના રોજ યુરોપિયન કાઉન્સિલની મીટિંગમાં ખાસ આમંત્રિત તરીકે ભાગ લેશે. ભારત-યુરોપિયન યુનિયનના નેતાઓની આ મીટિંગના યજમાન પોર્ટુગલના વડા પ્રધાન શ્રી એન્ટનિયો કૉસ્ટા છે. પોર્ટુગલ હાલ યુરોપિયન સંઘની કાઉન્સિલનું પ્રમુખપદ ધરાવે છે.
પ્રધાનમંત્રી 27 સભ્યોના યુરોપિયન સંઘના તમામ સભ્ય રાષ્ટ્રોના વડાઓ કે સરકારના વડાઓની સાથે આ મીટિંગમાં ભાગ લેશે. યુરોપિયન યુનિયન+27 આ અગાઉ આ સ્વરૂપે એક જ વાર આ વર્ષના માર્ચમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મળ્યું હતું. નેતાઓ કોવિડ-19 મહામારી અને આરોગ્ય સહકાર; ટકાઉ અને સમાવિષ્ટ વિકાસને ઉત્તેજન; ભારત-યુરોપિયન સંઘની આર્થિક ભાગીદારી મજબૂત કરવા અને પ્રાદેશિક તેમજ પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.
ભારત-યુરોપિયન સંઘના નેતાઓની મીટિંગ યુરોપિયન સંઘના તમામ સભ્ય દેશોના નેતાઓ સાથે ચર્ચા માટેની એક અભૂતપૂર્વ તક છે. આ એક મહત્ત્વપૂર્ણ રાજકીય સીમાચિહ્ન છે અને જુલાઇ 2020માં 15મી ભારત-યુરોપિયન યુનિયન શિખર બેઠક પછી સંબંધોમાં અનુભવાયેલી ગતિ સાથે નિર્માણ કરશે.
SD/GP/JD
(Release ID: 1716644)
Visitor Counter : 220
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam