પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી જગમોહનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 04 MAY 2021 8:55AM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જગમોહનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુઃ

જગમોહનજીનું નિધન આપણા દેશ માટે એક લાંબા સમય સુધી ન ભૂલી શકાય એવું નુકસાન છે. તેઓ એક ઉદાહરણીય વહીવટકાર તથા જાણીતા વિદ્વાન હતા. તેમણે હંમેશા ભારતના ઉત્કર્ષ માટે કામ કર્યુ. તેમનો મંત્રીપદે કાર્યકાળ વિશિષ્ટ નીતિ ઘડતરના સમય તરીકે યાદ રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકોને સાંત્વના. ઓમ શાંતિ.

 

SD/GP/JD/PC

(Release ID: 1715843) Visitor Counter : 211