પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્ય સ્થાપના દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 01 MAY 2021 9:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્ય સ્થાપના દિવસ અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતુંઃ
“આજે, ગુજરાત અને મહારાષ્ટ્ર તેમના રાજ્ય સ્થાપના દિવસ મનાવી રહ્યા છે. બંને રાજ્યો પ્રતિભાવાન અને કર્તવ્યવાન લોકોના ઘર છે, જેમણે રાષ્ટ્રના વિકાસમાં પોતાનું સિમાચિહ્નરૂપ યોગદાન આપ્યું છે. આ રાજ્યો કોવિડ-19 સામેની લડાઈમાં પણ સફળ રહે અને આ રાજ્યોના લોકો ઉત્તમ સ્વાસ્થ્ય પામે.”

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1715301) મુલાકાતી સંખ્યા : 311