સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ રસીકરણ કવરેજની સંખ્યા 13.23 કરોડથી વધારે થઇ


દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 લાખ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતના કુલ સક્રિય કેસોના ભારણમાંથી 60% દર્દીઓ 5 રાજ્યોમાં

છેલ્લા 24 કલાકમાં 1.78 લાખથી વધારે દર્દીઓ સાજા થયા

Posted On: 22 APR 2021 11:26AM by PIB Ahmedabad

 

ભારતમાં હાથ ધરવામાં આવેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 13.23 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 19,28,118 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 13,23,30,644 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારા 92,19,544 HCWs અને બીજો ડોઝ લેનારા 58,52,071 HCWs આમાં સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,16,32,050 FLWs અને બીજો ડોઝ લેનારા 59,36,530 FLWs છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,78,67,118, બીજો ડોઝ લેનારા 57,60,331 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,44,28,884 અને બીજો ડોઝ લેનારા 16,34,116 લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

92,19,544

58,52,071

1,16,32,050

59,36,530

4,44,28,884

16,34,116

4,78,67,118

57,60,331

13,23,30,644

 

દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 59.25% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RVXP.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 22 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 96મા દિવસે (21 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 22,11,334 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 35,499 સત્રોનું આયોજન કરીને 15,01,704 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 7,09,630 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 21 એપ્રિલ, 2021 (દિવસ-96)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

17,816

34,809

69,515

80,709

9,03,197

1,38,460

5,11,176

4,55,652

15,01,704

7,09,630

 

છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 3,14,835 નોંધાઇ છે.

દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 75.66% દર્દીઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત અને રાજસ્થાન આ દસ રાજ્યોમાંથી છે.

એક દિવસમાં સૌથી વધારે નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં વધુ 67,468 લોકો સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 33,106 જ્યારે દિલ્હીમાં 24,638 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SP1D.jpg

 

નીચે આપેલા આલેખ અનુસાર બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AGJE.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H2RC.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005Q5PF.jpg

નીચે આપેલો આલેખ ભારતમાં દૈનિક ધોરણે પોઝિટીવિટી દર અને દૈનિક પરીક્ષણોની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિનું વલણ દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ZRQ4.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 22,91,428 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 14.38% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,33,890 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 59.99% દર્દીઓ માત્ર પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007NDIG.jpg

 

ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,34,54,880 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 84.46% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1,78,841 દર્દીઓ સાજા થયા છે.

રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને હાલમાં 1.16% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,104 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 81.08% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (568) નોંધાયો છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં એક દિવસમાં વધુ 249 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008WL0U.jpg

 

નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

****************

 

SD/GP/JD/PC

 



(Release ID: 1713365) Visitor Counter : 255