આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
મંત્રીમંડળે તાલચેર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (ટીએફએલ) દ્વારા કોલસાના વાયુકરણના માધ્યમ દ્વારા નિર્મિત યુરિયા માટે વિશિષ્ટ સબસિડી નીતિને મંજૂરી આપી
Posted On:
20 APR 2021 3:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં તાલચેર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (ટીએફએલ) દ્વારા કોલસાના વાયુકરણના માધ્યમ દ્વારા નિર્મિત યુરિયા માટે વિશિષ્ટ સબસિડી નીતિ ઘડવા માટે ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
ઉદ્દેશ
દેશને યુરિયામાં સ્વનિર્ભર બનાવવા અને વ્યૂહાત્મક ઊર્જા સુરક્ષા માટે દેશમાં કોલસાના બહોળા ભંડોળનો વિચાર કરીને કોલસાનું વાયુકરણ માટેની ટેકનોલોજીને આધારે કામ કરતા તાલચેર ફર્ટિલાઇઝર લિમિટેડ સાથે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ખેડૂતો માટે ખાતરની ઉપલબ્ધતામાં વધારો કરશે, જેથી પૂર્વ ભારતના વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન મળશે અને દેશના પૂર્વોતર રાજ્યોમાં યુરિયાના પુરવઠા માટે પરિવહન સબસિડીમાં બચત થશે. એનાથી દર વર્ષે 12.7 એલએમટી સુધી યુરિયાની આયાતમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે, જેથી વિદેશી હૂંડિયામણમાં બચત થશે.
પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ વેગ આપશે તથા માર્ગ, રેલવે, જળ વગેરે જેવી માળખાગત સુવિધાઓને વિકસાવવામાં મદદરૂપ થશે, જેના પરિણામે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં અર્થતંત્રને મોટો વેગ મળશે, જેમાં આનુષંગિક ઉદ્યોગને પ્રોત્સાહન સામેલ છે. પ્રોજેક્ટ પ્રોજેક્ટની આસપાસના વિસ્તારોમાં આનુષંગિક ઉદ્યોગો સ્વરૂપે વ્યવસાયની નવી તકો પણ ઊભી કરશે.
કોલસાનું વાયકરણ કરતા પ્લાન્ટ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે કોલસાની કિંમત સ્થિર હોય છે અને કોલસા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તાલચેર પ્લાન્ટ યુરિયાના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ કુદરતી ગેસ પરની નિર્ભરતામાં પણ ઘટાડો કરશે, જેનાથી એલએનજીના આયાતના ખર્ચમાં ઘટાડો થશે. તાલચેર યુનિટમાં અપનાવવામાં આવેલી વાયુકરણની પ્રક્રિયા સ્વચ્છ કોલસા ટેકનોલોજી છે, જે કોલસાને સીધી બાળવાની પ્રક્રિયાની સરખામણીમાં નગણ્ય પ્રમાણમાં SOx, NOxનું ઉત્પાદન કરે છે તથા મુક્ત અણુઓનું ઉત્સર્જન ઓછું કરે છે.
પૃષ્ઠભૂમિ
તાલચેર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (ટીએફએલ) ચાર જાહેર સાહસો – રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (આરસીએફ), ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ (ગેઇલ), કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) અને ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એફસીઆઈએલ)ના સંયુક્ત સાહસ સ્વરૂપે રચાયેલી કંપની છે, જેની રચના 13 નવેમ્બર, 2015ના રોજ થઈ હતી. ટીએફએલએ અગાઉની તાલચેર પ્લાન્ટ ઓફ ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એફસીઆઈએલ)ને ફરી બેઠી કરી છે, જે માટે દર વર્ષે 12.7 લાખ મેટ્રિક ટન (એલએમટીપીએ)ની સ્થાપિત ક્ષમતા ધરાવતો ગ્રીનફિલ્ડ યુરિયા પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. ટીએફએલના યુરિયા પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 13277.21 કરોડ (+/- 10 ટકા) છે.
(Release ID: 1713259)
Visitor Counter : 260
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam