પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને રામ નવમીની શુભકામનાઓ પાઠવી


મર્યાદા જાળવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા તમામ સુરક્ષાત્મક ઉપાયોને અનુસરવા કહ્યું

પોસ્ટેડ ઓન: 21 APR 2021 9:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને રામ નવમીની શુભકામનાઓ પાઠવી હતી અને ભગવાન રામના સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી કામના વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ ટ્વીટ કર્યુ હતું કે મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામના સંદેશ અનુસાર આપણે સૌએ શિસ્ત જાળવવાની છે અને કોરોનાથી સુરક્ષિત રહેવા માટે તમામ સુરક્ષાત્મક ઉપાયોને અનુસરવાનું છે. આ સાથે તેમણે ‘દવાઈ ભી કડાઈ ભી’ના સંદેશની પણ યાદ અપાવી હતી.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1713162) મુલાકાતી સંખ્યા : 242