સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 27 લાખથી વધારે રસીના ડોઝ સાથે કુલ રસીકરણનો આંકડો 11.72 કરોડથી વધારે નોંધાયો
દેશમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 26 કરોડથી વધારે થઇ ગઇ
79% નવા કેસો 10 રાજ્યોમાં નોંધાયા
Posted On:
16 APR 2021 10:39AM by PIB Ahmedabad
દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતના ભાગરૂપે ભારતમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે 11.72 કરોડથી વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 17,37,539 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 11,72,23,509 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 90,82,999 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 56,34,634 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,02,93,524 FLWs (પ્રથમ ડોઝ) અને 51,52,891 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,42,30,842 એ પ્રથમ ડોઝ, 30,97,961 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,87,41,890 પ્રથમ ડોઝ અને 9,88,768 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
90,82,999
|
56,34,634
|
1,02,93,524
|
51,52,891
|
3,87,41,890
|
9,88,768
|
4,42,30,842
|
30,97,961
|
11,72,23,509
|
દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 59.63% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 27 લાખથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 90મા દિવસે (15 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 27,30,359 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 39,280 સત્રોનું આયોજન કરીને 21,70,144 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 5,60,215 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 15 એપ્રિલ, 2021 (દિવસ-90)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
18,472
|
30,437
|
80,049
|
88,029
|
13,11,812
|
90,807
|
7,59,811
|
3,50,942
|
21,70,144
|
5,60,215
|
દેશમાં અત્યાર સુધીમાં 26 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે અને કુલ પોઝિટીવિટી દર 5.42% છે.
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા 2,17,353 છે.
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ આ દસ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા સંક્રમિત થતા દર્દીઓની સંખ્યામાં એકધારી વૃદ્ધિ જોવા મળી રહી છે. એક દિવસમાં નવા નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 79.10% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.
દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ 61,695 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં નવા 22,339 કેસ જ્યારે દિલ્હીમાં નવા 16,699 કેસ પોઝિટીવ નોંધાયા છે.
નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ હવે 15,69,743 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 10.98% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 97,866 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ આ પાંચ રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 65.86% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 39.60% સક્રિય કેસોનું ભારણ છે.
ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,25,47,866 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.80% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1,18,302 દર્દીઓ સાજા થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,185 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
દૈનિક ધોરણે નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 85.40% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે મહત્તમ મૃત્યુઆંક (349) નોંધાયો છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 135 દર્દીના મૃત્યુ થયા છે.
દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1712189)
Visitor Counter : 285
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam