સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં ટીકા ઉત્સવના ચોથા દિવસે રસીકરણ કવાયત અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 26 લાખથી વધારે ડોઝ સાથે કુલ રસીકરણ કરવેજનો આંકડો 11 કરોડથી વધુ થઇ ગયો
છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 14 લાખ પરીક્ષણો સાથે કુલ પરીક્ષણોની સંખ્યા 26 કરોડથી વધારે થઇ ગઇ
નવા નોંધાયેલા 82% કેસ 10 રાજ્યોમાંથી છે
Posted On:
14 APR 2021 11:40AM by PIB Ahmedabad
ભારતમાં આજે ટીકા ઉત્સવના ચોથા દિવસે કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આપવામાં આવેલા રસીના કુલ ડોઝની સંખ્યા 11 કરોડનો આંકડો ઓળંગી ગઇ છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 16,53,488 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 11,11,79,578 ડોઝ આપવામાં આવ્યા છે.

રસીકરણ પ્રાપ્ત કરનારા કુલ લાભાર્થીઓમાં 90,48,686 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 55,81,072 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,01,36,430 FLWs (પ્રથમ ડોઝ) અને 50,10,773 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,24,66,354 એ પ્રથમ ડોઝ, 24,67,484 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,56,50,444 પ્રથમ ડોઝ અને 8,18,335 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
90,48,686
|
55,81,072
|
1,01,36,430
|
50,10,773
|
3,56,50,444
|
8,18,335
|
4,24,66,354
|
24,67,484
|
11,11,79,578
|
દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60.16% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

દેશ છેલ્લા 24 કલાકમાં રસીના લગભગ 40 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા.
કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 88મા દિવસે (13 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 26,46,528 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 44,643 સત્રોનું આયોજન કરીને 22,58,910 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 3,87,618 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 13 એપ્રિલ, 2021 (દિવસ-88)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
15,069
|
22,969
|
57,872
|
91,561
|
14,32,269
|
58,681
|
7,53,700
|
2,14,407
|
22,58,910
|
3,87,618
|
કોવિડના કેસો નાબૂદ કરવાની દિશામાં દેશના પ્રયાસોમાં, આજે વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. આજે દેશમાં કુલ પરીક્ષણો આંકડો 26 કરોડથી વધારે થઇ ગયો છે. ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા 26,06,18,866 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 14,11,758 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. હાલમાં દૈનિક પરીક્ષણોની ક્ષમતા વધારીને 15 લાખ કરવામાં આવી છે.
ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા નવા કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1,84,372 છે.
દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, છત્તસીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં દરરોજ કોવિડના નવા કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. એક દિવસમાં નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 82.04% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.
દેશમાં એક દિવસમાં સૌથી વધારે 60,212 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં નવા 17,963 કેસ જ્યારે છત્તીસગઢમાં નવા 15,121 કેસ પોઝિટીવ નોંધાયા છે.

નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.




ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ હવે 13,65,704 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 9.84% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,01,006 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ આ પાંચ રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 68.16% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 43.54% સક્રિય કેસોનું ભારણ છે.

ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,23,36,036 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 88.92% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 82,339 દર્દીઓ સાજા થયા છે.
નીચે આપેલો આલેખ ભારતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓનો ચિતાર આપે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 1,027 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
એક દિવસમાં નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 86.08% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે મહત્તમ મૃત્યુઆંક (281) નોંધાયો છે. છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 156 દર્દીના મૃત્યુ થયા છે.

અગિયાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1711719)
Visitor Counter : 302
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam