પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી શ્રી હરિચંદ ઠાકુરને તેમની જયંતી પર નમન કર્યા
प्रविष्टि तिथि:
09 APR 2021 8:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી શ્રી હરિચંદ ઠાકુરને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યુંઃ
“હું મહાન શ્રી શ્રી હરિચંદને તેમની જયંતી નિમિતે નમન કરૂં છું. તેમનું જીવન અને આદર્શો કેટલાક લોકોને આજેય તાકાત આપી રહ્યા છે. તેઓ શિક્ષણ અને સામાજિક સશક્તીકરણને ખૂબ જ મહત્વ આપતા હતા. તેમના મૂલ્યો મતુઆ સમુદાયના ઉદાર અને દયાળુ સ્વભાવમાં પ્રતિબિંબત થાય છે.”
પ્રધાનમંત્રીએ તેમની ઓરાકાંડી ઠાકુર બારી ખાતેની મુલાકાત વખતના પોતાના સંબોધન વિશે પણ ઉલ્લેખ કર્યો હતો.
“હજુ થોડા જ સપ્તાહો અગાઉ, હું ઓરાકાંડી ઠાકુર બારી ખાતે ગયો હતો. હું હંમેશા એ ધન્ય પળોને વાગોળતો રહીશ. ઓરાકાંડીમાં સભા દરમિયાનના મારા ભાષણને શેર કરી રહ્યો છું.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1710793)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam