પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 8 એપ્રિલ, 2021ના રોજ શ્રી ગુરૂ તેગ બહાદુર જીની 400મી જયંતી (પ્રકાશ પૂરબ)ના ઉપલક્ષ્યમાં ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે

Posted On: 07 APR 2021 10:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલ, 2021ના રોજ સવારે 11.00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રી ગુરૂ તેગ બહાદુર જીની 400મી જયંતી (પ્રકાશ પૂરબ) મનાવવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ (HLC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ પણ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં આ ખાસ અવસરને સંબંધિત આયોજિત કાર્યક્રમો અંગે વર્ષભરના કેલેન્ડર પર ચર્ચા થશે.

ઉચ્ચસ્તરીય સમિતિ વિશે

કેન્દ્ર સરકાર દ્વારા 24 ઓક્ટોબર, 2020ના રોજ એચએલસીની રચના કરવામાં આવી હતી, જેથી તે આયોજનોની દેખરેખની સાથે શ્રી ગુરૂ તેગ બહાદુર જીની 400મી જયંતી સંબંધિત નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોને મંજૂરી આપી શકે. HLCમાં પ્રધાનમંત્રી સહિત 70 સભ્યો હોય છે.

SD/GP/JD(Release ID: 1710035) Visitor Counter : 188