સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત આપવામાં આવેલા ડોઝની સંખ્યાએ 7.5 કરોડનું સીમાચિહ્ન પાર કર્યું


6.5 કરોડથી વધારે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો જ્યારે બીજો ડોઝ લેનારાનો આંકડો 1 કરોડથી વધુ થયો

12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના નવા કેસોમાં સતત વૃદ્ધિનું વલણ યથાવત

Posted On: 04 APR 2021 11:19AM by PIB Ahmedabad

ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર આજદિન સુધીમાં કુલ 7,59,79,651 ડોઝ (11,99,125 સત્રોમાં) આપવામાં આવ્યા છે.

આમાં 89,82,974 આરોગ્ય સંભાળ કર્મચારીઓ (પ્રથમ ડોઝ), 53,19,641 HCWs (બીજો ડોઝ), 96,86,477 અગ્ર હરોળના કર્મચારીઓ (પથમ ડોઝ) અને 40,97,510 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના 4,70,70,019 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 8,23,030 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.

કુલ રસીકરણના આંકડામાં પ્રથમ ડોઝ લેનારા લાભાર્થીની સંખ્યા 6.5 કરોડથી વધારે (6,57,39,470) છે જ્યારે બીજો ડોઝ લેનારાની સંખ્યા પણ 1 કરોડથી વધારે (1,02,40,181) છે.

                             

HCWs

FLWs

45 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

89,82,974

53,19,641

96,86,477

40,97,510

4,70,70,019

8,23,030

7,59,79,651

 

રસીકરણ કવાયતના 78મા દિવસે (3 એપ્રિલ 2021ના રોજ) દેશમાં કોવિડ વિરોધી રસીના કુલ 27,38,972 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાંથી, 24,80,031 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,58,941 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 3 એપ્રિલ, 2021

HCWs

FLWs

45 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

43,143

22,116

1,02,096

1,04,167

23,34,792

1,32,658

24,80,031

2,58,941

 

ભારતમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 60.19% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. માત્ર મહારાષ્ટ્રમાં જ સમગ્ર ભારતમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 9.68% ડોઝ આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001V0DA.jpg

 

નીચે દર્શાવેલો આલેખ રાજ્યોમાં પ્રથમ અને બીજા ડોઝના વિતરણનો ચિતાર આપે છે. મહારાષ્ટ્રમાં 65,59,094 પ્રથમ ડોઝ અને 7,95,150 બીજા ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002X35D.jpg

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે કોવિડના નવા 93,249 કેસ પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલામાંથી 80.96% દર્દીઓ આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં સમગ્ર દેશમાં સૌથી વધારે 49,447 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં નવા 5,818 દર્દી જ્યારે કર્ણાટકમાં નવા 4,373 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CAMI.jpg

નીચે દર્શાવ્યા અનુસાર બાર રાજ્યોમાં, દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ADPX.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00516A8.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006YVNG.jpg

ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવાના સમયમાં તીવ્ર વધારો નોંધાયો છે: 4 એપ્રિલ 2021ના રોજ આ સમયગાળો 115.4 દિવસ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0074NQI.jpg

ભારતમાં કોવિડના કુલ સક્રિય કેસોનું ભારણ 6,91,597 સુધી પહોંચી ગયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની ટકાવારી 5.54% થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 32,688 દર્દીઓનો ચોખ્ખો વધારો નોંધાયો છે.

દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 76.41% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબમાં છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના કુલ સક્રિય કેસોમાંથી અડધાથી વધારે (58.19%) દર્દીઓ હોવાનું નોંધાયું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008Z01V.jpg

 

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 1,16,29,289 થયો છે. દેશમાં રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર 93.14% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 60,048 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 513 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 85.19% દર્દીઓ આઠ રાજ્યોમાંથી છે. સર્વાધિક મૃત્યુઆંક (277) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 49 દર્દી મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00957LM.jpg

14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ઓડિશા, આસામ, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD



(Release ID: 1709456) Visitor Counter : 269