સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસોમાં વૃદ્ધિ
દેશમાં 6.3 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
Posted On:
31 MAR 2021 12:12PM by PIB Ahmedabad
દેશમાં આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોવિડ-19 દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોમાં મોટી સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 84.73% કેસ આ આઠ રાજ્યોમાંથી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 53,480 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 27,918 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં નવા 3,108 જ્યારે કર્ણાટકમાં નવા 2,975 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

નીચે દર્શાવ્યા અનુસાર દસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની વૃદ્ધિમાં સતત ચડતું વલણ જોવા મળી રહ્યું છે.


ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 5,52,566 નોંધાયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 4.55% છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સક્રિય કેસોના ભારણમાં 11,846 દર્દીઓનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પંજાબ અને છત્તીસગઢ આ પાંચ રાજ્યોમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 79.30% દર્દીઓ હોવાનું નોંધાયું છે. દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 61%થી વધારે કેસો માત્ર મહારાષ્ટ્રમાં છે જે દેશમાં સર્વાધિક આંકડો છે.

બીજી બાજુ, આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 10,46,757 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 6.30 કરોડથી વધારે (6,30,54,353) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 82,16,239 HCWs (પ્રથમ ડોઝ), 52,19,525 HCWs (બીજો ડોઝ), 90,48,417 FLWs (પથમ ડોઝ) અને 37,90,467 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના ચોક્કસ સહ-બીમારી ધરાવતા હોય તેવા 73,52,957 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 6,824 લાભાર્થી (બીજો ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,93,71,422 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 48,502 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
82,16,239
|
52,19,525
|
90,48,417
|
37,90,467
|
73,52,957
|
6,824
|
2,93,71,422
|
48,502
|
6,30,54,353
|
દેશમાં રસીકરણ કવાયત અંતર્ગત 74મા દિવસે (30 માર્ચ 2021) રસીના કુલ 19,40,999 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 39,666 સત્રોનું આયોજન કરીને 17,77,637 લાભાર્થીને પ્રથમ ડોઝ અને 1,63,632 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 30 માર્ચ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
41,323
|
30,778
|
1,03,675
|
79,246
|
4,80,474
|
6,419
|
11,52,165
|
46,919
|
17,77,637
|
1,63,362
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,14,34,301 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 94.11% છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 41,280 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 354 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
દૈનિક મૃત્યુઆંકમાં 82.20% દર્દીઓ છ રાજ્યોમાંથી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (139) નોંધાયો છે. પંજાબમાં એક દિવસમાં વધુ 64 દર્દી મૃત્યુ પામ્યા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એક પણ કિસ્સો નોંધાયો નથી. આમાં રાજસ્થાન, આસામ, ઓડિશા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે.
SD/GP/JD
(Release ID: 1708664)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam