પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઍક્ઝામ વૉરિયર્સના અપડેટેડ સંસ્કરણની જાહેરાત કરી

પ્રધાનમંત્રીએ કહ્યું, ચાલો પરીક્ષા આપી રહેલા આપણા યુવાનોને મદદરૂપ થઇએ

Posted On: 29 MAR 2021 5:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આનંદની લાગણી સાથે ઍક્ઝામ વૉરિયર્સના અપડેટેડ સંસ્કરણની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ઍક્ઝામ વૉરિયર્સનું નવું સંસ્કરણ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો પાસેથી મળેલા મૂલ્યવાન ઇનપુટ્સથી સમૃદ્ધ છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમાં એવા સંખ્યાબંધ નવા ભાગો ઉમેરવામાં આવ્યા છે જે ખાસ કરીને માતાપિતા અને શિક્ષકોમાં રુચિ જગાવે તેવા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ચાલો આપણે સૌ મળીને પરીક્ષા આપી રહેલા આપણા યુવાનોને મદદરૂપ થઇએ.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સના માધ્યમથી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે પરીક્ષાની મોસમ ચાલી રહી હોવાથી, આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે, #ExamWarriors નું અપડેટેડ સંસ્કરણ હવે ઉપલબ્ધ છે.

આ પુસ્તકમાં નવા મંત્રો અને સંખ્યાબંધ રસપ્રદ પ્રવૃત્તિઓ સમાવી લીધેલી છે. આ પુસ્તકમાં પરીક્ષા પૂર્વે તણાવ મુક્ત રહેવાની જરૂરિયાત પર વારંવાર ભાર મૂક્યો છે.

પરીક્ષાની તૈયારીઓને કેવી રીતે આનંદમાં પરિવર્તિત કરવી?

શું અમે ઘરમાં પરીક્ષાની તૈયારીઓ વખતે કરી શકીએ એવી કોઇ રસપ્રદ પ્રવૃત્તિઓ છે?

આનો એક ઉકેલ છે... નમો એપ્લિકેશન પર #ExamWarriors નું તદ્દન નવું મોડ્યુલ.

તેમાં વિદ્યાર્થીઓ અને માતાપિતાઓ માટે સંખ્યાબંધ રસપ્રદ પ્રવૃત્તિઓ છે.

#ExamWarriors નું નવું સંસ્કરણ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકોના મૂલ્યવાન ઇનપુટ્સથી સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે.

તેમાં એવા સંખ્યાબંધ નવા ભાગો ઉમેરવામાં આવ્યા છે જે ખાસ કરીને માતાપિતા અને શિક્ષકોમાં રુચિ જગાવે તેવા છે.

ચાલો પરીક્ષા આપી રહેલા આપણા યુવાનોને મદદરૂપ થઇએ!”

SD/GP/JD(Release ID: 1708338) Visitor Counter : 5