મંત્રીમંડળ

મંત્રીમંડળે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) 2019-20 અંતર્ગત થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કર્યું

Posted On: 23 MAR 2021 3:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન, માતૃત્વ મૃત્યુ દર (MMR), નવજાત મૃત્યુ દર (IMR), પાંચ વર્ષથી નીચે મૃત્યુ દર (U5MR) અને કુલ મૃત્યુ દર (TFR)માં થયેલા સતત થઇ રહેલા ઘટાડા સહિત અન્ય કાર્યોમાં નોંધાયેલી પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે એવું પણ નોંધ્યું હતું કે, ટીબી, મેલેરિયા, કાલા-અઝર, ડેંગ્યૂ, ક્ષય રોગ, રક્તપિત્ત, વાયરલ હિપેટાઇટિસ જેવા વિવિધ બીમારી નાબૂદી કાર્યક્રમોના સંદર્ભમાં પણ પ્રગતિ જોવા મળી છે.

 

વિગતો:

મંત્રીમંડળે નોંધ્યું હતું કે, 2019-20 દરમિયાન NHM દ્વારા નવી પહેલોની પરિકલ્પના કરવામાં આવી તે અહીં ઉલ્લેખ કર્યા અનુસાર છે:

 

  • બાળપણમાં ન્યૂમોનિયાના કારણે થતા બાળકોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો લાવવા માટે ન્યૂમોનિયાને દૂર કરવા માટે વિવિધ સામાજિક જાગૃતિ અને કામગીરીઓ (SAANS) પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
  • માતૃત્વ અને બાળકના જન્મપૂર્વેના આરોગ્ય દરમિયાન કોઇપણ ખર્ચ વગર અને સેવાઓ આપવામાં કોઇપણ પ્રકારના ઇનકાર વગર સુનિશ્ચિત રીતે, આદરપૂર્ણ, ગૌરવપૂર્ણ અને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળ આપવા માટે તમામ સેવાઓ અને હાલની તમામ યોજનાઓને એક છત્ર હેઠળ લાવવા માટે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન (SUMAN) પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
  • આંતરરાષ્ટ્રીય દાયણ સંઘ (ICM) દ્વારા સૂચવામાં આવેલા યોગ્યતાઓના અનુપાલનમાં જે કૌશલ્યવાન હોય તેવી દાયણ સેવાની કામગીરીમાં નર્સ પ્રેક્ટિશનરોની કેડર તૈયાર કરવાના ઉદ્દેશ સાથે દાયણ સેવા પહેલ શરૂ કરવામાં આવી અને તેઓ કરુણાશીલ મહિલા કેન્દ્રિત, ઉત્પાદક, માતૃત્વ અને નવજાત આરોગ્ય સંભાળ લેવાઓ આપવા માટે જ્ઞાનસભર અને સક્ષમ છે.
  • AB-HWC કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારીમાં શાળા આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર્સ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો જેથી શાળામાં ભણતા બાળકોમાં સક્રિય જીવનશૈલી દ્વારા આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપી શકાય.

વ્યૂહનીતિ અને લક્ષ્યોનું અમલીકરણ:

 

વ્યૂહનીતિનું અમલીકરણ:

NHM અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વ્યૂહનીતિઓનું અમલીકરણ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ને નાણાકીય અને ટેકનિકલ સહકાર આપવા માટે છે જેથી તેઓ જિલ્લા હોસ્પિટલો (DH) જેમાં ખાસ કરીને વસ્તી સમુદાયમાં ગરીબ અને નિઃસહાય લોકોને પહોંચપાત્ર, પરવડે તેવી, જવાબદારીપૂર્ણ અને અસરકારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ બની શકે. તેનો એક ઉદ્દેશ એવો પણ છે કે, સુધારેલી આરોગ્ય માળખાગત સુવિધાઓ, માનવ સંસાધનોમાં વધારો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવઓ પહોંચાડવામાં સુધારો કરીને ગ્રામ્ય આરોગ્ય સંભાળ સેવાઓ વચ્ચે રહેલા અંતરાલને દૂર કરવામાં આવે. આના માટે, જરૂરિયાત આધારિત હસ્તક્ષેપો, સુધારેલા આતંર ક્ષેત્રીય અને ક્ષેત્રની અંદર સુશાસનમાં સુધારો અને સંસાધનોના અસરકારક ઉપયોગની સુવિધા આપવા માટે જિલ્લા સ્તરે કાર્યક્રમોના વિકેન્દ્રીકરણની પરિકલ્પના કરવામાં આવી છે.

 

લક્ષ્યો:

  • MMR ઘટાડીને 1/1000 જીવિત જન્મ કરવો
  • IMR ઘટાડીને 25/1000 જીવિત જન્મ કરવો
  • TFR ઘટાડીને 2.1 કરવો
  • પ્રત્યેક 10000ની વસ્તીએ રક્તપિત્તના ચેપની વ્યાપકતા ઘટાડીને 1થી ઓછી કરવી અને તમામ જિલ્લામાં કેસોની સંખ્યા શૂન્યના સ્તરે લઇ જવી
  • વાર્ષિક મેલેરિયાની ઘટનાઓ <I/1000 કરવી
  • ચેપી અને બિન ચેપી બીમારીઓ; ઇજાઓ અને ઉભરતા રોગોના કારણે મૃત્યુ અને વિકારનું નિવારણ કરવું અને તેમાં ઘટાડો લાવવો
  • કુલ આરોગ્ય સંભાળ ખર્ચ પર પરિવારદીઠ કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો લાવવો
  • દેશમાંથી 2025 સુધીમાં TB રોગચાળાને નાબૂદ કરવો

 

રોજગારી નિર્માણની સંભાવનાઓ સહિત અસર:

  • 2019-20માં NHMના અમલીકરણના લીધે  GDMOs, સ્પેશિયાલિસ્ટ્સ, ANMs, સ્ટાફ નર્સો, આયુષ ડૉક્ટરો, પેરામેડિક્સ, આયુષ પેરામેડિક્સ, કાર્યક્રમ વ્યવસ્થાપન સ્ટાફ અને કોન્ટ્રાક્ટ આધારિત જાહેર આરોગ્ય વ્યવસ્થાપકો સહિત 18,779 વધારાના માનવ સંસાધનોને જોડવામાં આવ્યા.
  • 2019-20 દરમિયાન NHMના અમલીકરણના કારણે જાહેર આરોગ્ય તંત્ર વધુ મજબૂત થયું અને તેના લીધે કોવિડ-19 સામેની પ્રતિક્રિયા વધુ અસરકારક અને સંકલિત પ્રકારે કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું.
  • ભારતમાં 2012માં U5MR દર 52 હતો તે ઘટીને 2018માં 36 થયો અને 2013-2018 દરમિયાન U5MRમાં ઘટાડાનો વાર્ષિક ટકાવારી દર 1990-2012માં 3.09% નોંધાયો હતો તે 2013-2018 દરમિયાન વધીને 6.0% થયો.
  • ભારતમાં માતૃત્વ મૃત્યુ દર (MMR) 1990માં પ્રત્યેક એક લાખ જીવિત જન્મએ 556 હતો તે ઘટીને 2016-18માં 443 પોઇન્ટ્સ પર આવી ગયો. 1990થી અત્યાર સુધીમાં MMRમાં 80%નો ઘટાડો પ્રાપ્ત થઇ શક્યો છે, જે વૈશ્વિક 45%ના ઘટાડાની સરખામણીએ વધારે છે. છેલ્લા પાંચ વર્ષમાં, માતૃત્વ મૃત્યુ દર (MMR) 2011-13માં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) 167 હતો તે ઘટીને 2016-18 (SRS) ઘટીને 113 સુધી પહોંચી ગયો છે.
  • 1990માં MR 80 હતો તે ઘટીને 2018માં 32 સુધી પહોંચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં IMRમાં વાર્ષિક કમ્પાઉન્ડ દરમાં ઘટાડાનો દર, 1990-2012 દરમિયાન 2.9% હતો તે 2013થી2018માં વધીને 4.4% થયો છે.
  • સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) અનુસાર, ભારતમાં 2013માં TFR 2.3થી ઘટીને 2018માં 2.2 થયો છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે- 4 (NFHS-4, 2015-16)માં TFR 2.2 નોંધાયો છે. 2013-2028 દરમિયાન TFRમાં વાર્ષિક કમ્પાઉન્ડ દરની ટકાવારીમાં 0.89%નો ઘટાડો નોંધાયો છે.
  • વર્ષ 2018ની સરખામણીએ વર્ષ 2019માં, મેલેરિયાના કેસો અને તેના કારણે થતા મૃત્યુની સંખ્યામાં અનુક્રમે 21.27% અને 20%નો ઘટાડો નોંધાયો છે.
  • 2012માં દેશમાં પ્રત્યેક 1,00,000ની વસ્તીએ ટીબીના નોંધાયેલા કેસોની સંખ્યા 234 હતી જે વર્ષ 2019માં ઘટીને 193 સુધી પહોંચી ગઇ છે. ભારતમાં પ્રત્યેક 1,00,000ની વસ્તીએ ટીબીના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા 2012માં 42 હતી તે 2019માં ઘટીને 33 થઇ ગઇ છે.
  • કાલા-અઝર રોગચાળા બ્લૉક્સની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે જેથી કાલા અઝરનું નાબૂદીકરણ કરીને પ્રત્યેક 10,000ની વસ્તીએ 1થી ઓછી દર્દી સંખ્યા લઇ જવાનું લક્ષ્ય પ્રાપ્ત થઇ શક્યું છે અને 2014માં સુધારો 74.2%થી વધીને 2019માં 94% સુધી પહોંચી ગયો છે.
  • દીર્ઘકાલિન દર્દી મૃત્યુ દર (CFR)ની રાષ્ટ્રીય સરેરાશ એક ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે. 2019માં ડેંગ્યૂના કારણે દર્દી મૃત્યુ દરનો આંકડો 0.1% હતો.

 

ખર્ચ: રૂ. 27,989.00 કરોડ (કેન્દ્રનો હિસ્સો)

 

લાભાર્થીઓ:

NHMનો અમલ સાર્વત્રિક લાભાર્થે કરવામાં આવ્યો છે- અર્થાત,- સમગ્ર વસ્તી સમુદાય માટે છે; અંતર્ગત જાહેર આરોગ્ય સંભાળ સુવિધાઓની મુલાકાત લેતી દરેક વ્યક્તિને સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં ખાસ કરીને સમાજના નબળા વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

 

વર્ષ 2019-20 દરમિયાન NHM હેઠળ વિગતો અને પ્રગતિ નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

 

  • 31 માર્ચ 2020 સુધીમાં 63,761 આયુષમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોને માન્યતા આપવામાં આવી. 31 માર્ચ 2020 સુધીમાં નક્કી કરવામાં આવેલા 40,000ના લક્ષ્યની સામે 38,595 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું. 31 માર્ચ 2020ના અંત સુધીમાં કુલ 3,08,410 આરોગ્ય સંભાળ કામદારો જેમાં ASHAs, બહુલક્ષી કામદારો (MPWs-F) / સંલગ્ન નર્સ દાયણો (ANMs), સ્ટાફ નર્સો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) મેડિકલ ઓફિસરો સામેલ છે.
  • NRHM/NHM નો પ્રારંભ કર્યો ત્યારથી માતૃત્વ મૃત્યુ દર (MMR), પાંચ વર્ષથી નીચે મૃત્યુ દર (U5MR) અને IMRમાં ઘટાડાની ગતિમાં વૃદ્ધિ નોંધાઇ છે. ઘટાડાના વર્તમાન દરને ધ્યાનમાં લેવામાં આવે તો, ભારત તેના SDG લક્ષ્ય (MMR-70, U5MR-25) સુધી નિર્ધારિત વર્ષ એટલે કે 2030 પહેલાં પહોંચી શકશે.
  • 2019-20માં, તીવ્ર ગતિએ આગળ વધારવામાં આવેલા ઇન્દ્રધનુષ 2.0 મિશનનો પ્રારંભ એવા ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો કે જેથી, 29 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 381 જિલ્લામાં પહોંચી શકાયું હોય તેવા અને આંશિક રીતે રસીકરણ કરવામાં આવ્યું હોય તેમના સુધી પહોંચી શકાય.
  • વર્ષ 2019-20 દરમિયાન તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોટા વાયરસની અંદાજે 529.98 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા છે તેમજ ઓરી-રુબેલાની રસીના અંદાજે 463.88 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
  • વર્ષ 2019-20 દરમિયાન રાજ્યો એટલે કે, બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ન્યુમોકોકલ કન્જેક્ટેડ રસીના અંદાજે 164.18 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
  • વર્ષ 2019-20 દરમિયાન 25.27 લાખ પુખ્ત વયના લોકોને જાપાનીઝ એન્સેફાલિટીસ રસી (પશ્ચિમ બંગાળમાં 9 જિલ્લામાં 25 JE રોગચાળા બ્લોક)ના ડોઝ આપવામાં આવ્યા છે.
  • વર્ષ 2019-20 દરમિયાન, સમગ્ર દેશના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) કાર્યક્રમ અંતર્ગત 16,900થી વધારે આરોગ્ય સુવિધાઓ ખાતે 45.45 લાખ ANC ચેકઅપ કરવામાં આવ્યા છે.
  • LaQshya: 31 માર્ચ 2020 સુધીમાં, 543 લેબર રૂમ અને 491 માતૃત્વ ઓપરેશન થિયેટર રાજ્ય LaQshya પ્રમાણિત કરવામાં આવ્યા છે અને 220 લેબર રૂમ અને 190 માતૃત્વ ઓપરેશન થિયેટર રાષ્ટ્રીય LaQshya પ્રમાણિત કરવામાં આવ્યા છે.
  • વર્ષ 2019-20 દરમિયાન, દેશમાં કોલ્ડ ચેઇન તંત્ર વધુ મજબૂત કરવા માટે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોલ્ડ ચેઇન ઉપકરણો એટલે કે, ILR- 283, DF- 187, કોલ્ડ બોક્સ (મોટા)- 13,609, કોલ્ડ બોક્સ (નાના)-11,010, રસી વાહકો - 270,230 અને 10,94,650 આઇસ પેક પૂરાં પાડવામાં આવ્યા છે.
  • 31 માર્ચ 2020 સુધીમાં 63,761 આયુષમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોને માન્યતા આપવામાં આવી છે. 31 માર્ચ 2020 સુધીમાં નક્કી કરવામાં આવેલા 40,000ના લક્ષ્યની સામે 38,595 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું છે. 31 માર્ચ 2020ના અંત સુધીમાં કુલ 3,08,410 આરોગ્ય સંભાળ કામદારો જેમાં ASHAs, બહુલક્ષી કામદારો (MPWs-F) / સંલગ્ન નર્સ દાયણો (ANMs), સ્ટાફ નર્સો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) મેડિકલ ઓફિસરો સામેલ છે.
  • વર્ષ 2019-20 દરમિયાન, સમગ્ર દેશમાં માર્ચ 2020 સુધીમાં કુલ ASHA કામદારોની સંખ્યા 10.56 લાખ સુધી પહોંચાડવા માટે કુલ 16,795 ASHAની પસંદગી કરવામાં આવી છે.
  • રાષ્ટ્રીય એમ્બ્યુલન્સ સેવાઓ (NAS): માર્ચ 2020માં, 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એવી સુવિધા તૈયાર કરવામાં આવી છે જેમાં લોકો એમ્બ્યુલન્સ માટે 108 અથવા 102 નંબર ડાયલ કરીને સેવા મેળવી શકે છે. વધારાના ઇમરજન્સી પ્રતિભાવ સેવા વાહનો માટે વર્ષ 2019-20માં વધુ એક નંબર 1096 ઉમેરવામાં આવ્યો છે.
  • વર્ષ 2019-20 દરમિયાન, વધારાના મોબાઇલ મેડિકલ યુનિટ્સ (MMU) પણ ઉમેરવામાં આવ્યા હતા.
  • 24x7 સેવાઓ અને ફર્સ્ટ રેફરલ સુવિધાઓ: વર્ષ 2019-20 દરમિયાન, FRU તરીકે વધારાની 53 સુવિધાઓનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું છે.
  • કાયાકલ્પ: 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 293 DHs, 1,201 CHCs/SDHs, 2,802 PHCs, 668 UHCs અને 305 HWCs 2019-20 દરમિયાન 70%થી વધારે સ્કોર પ્રાપ્ત કર્યો છે. 5,269 જાહેર આરોગ્ય સુવિધાઓને યોજના અંતર્ગત 2019-20માં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
  • મેલેરિયા: 2018માં મેલેરિયાના કુલ નોંધાયેલા કેસ અને તેના કારણે થયેલા મૃત્યુની સંખ્યા અનુક્રમે 4,29,928 અને 96 હતી જ્યારે તેની સરખામણીએ 2014માં 11,02,205 કેસ નોંધાયા હતા અને 561 દર્દી મૃત્યુ પામ્યા હતા. ઘટાડો વર્ષ 2014ની સરખામણીએ મેલેરિયાના કેસમાં 61% અને મૃત્યુઆંકમાં 83%નો ઘટાડો નોંધાવે છે.
  • કાલા-અઝર: ડિસેમ્બર 2019ના અંતમાં, કાલા-અઝર રોગચાળાના 94% બ્લોકનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું અને બ્લોક સ્તરે નાબુદીકરણ કરીને પ્રત્યેક 10,000ની વસ્તીએ 1થી ઓછા કેસ સુધીનો ઘટાડો કરી શકાયો હતો.
  • લસિકા ફિલેરિઆસિસ: વર્ષ 2019માં 257 LF રોગચાળા જિલ્લામાંથી, 98 જિલ્લાએ 1 ટકાથી ઓછાના માઇક્રોફિલેરિયાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે અને ટ્રાન્સમિશન મૂલ્યાંકન સર્વે (TAS-1) દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને સામુહિક દવા એડમિનિસ્ટ્રેશન (MDA)ની કામગીરી રોકવામાં આવી છે.
  • ડેન્ગ્યુના સંદર્ભમાં, રાષ્ટ્રીય લક્ષ્યાંક કેસ મૃત્યુ દર (CFR)<1 ટકા જાળવી રાખવાનો હતો. લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. 2014માં કેસ મૃત્યુ દર 0.3% હતો અને 2015થી 2018 દરમિયાન, CFR 0.2% પર જળવાઇ રહ્યો છે. વધુમાં 2019માં, તે ઘટીને 0.1% થઇ ગયો છે.
  • રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ (NTEP): સમગ્ર દેશમાં જિલ્લા સ્તરોએ કુલ 1,264 કાટ્રિજ આધારિત ન્યુકલેઇક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ (CBNAAT) મશીન અને 2,206 ટ્રૂનેટ મશીનો કાર્યરત છે. 2019માં, 35.30 લાખ મોલેક્યુલર પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં છે. 2017ના સમયગાળા દરમિયાન 7.48 લાખની તુલનામાં 5 ગણો વધારો છે. 2018માં 19,71,685ની તુલનામાં ઔષધ સંવેદનશીલ ટીબીની સારવાર માટે 2019માં 22,03,895 ટીબી દર્દીઓએ દવાનો દૈનિક ખોરાક પ્રાપ્ત કર્યો છે. નવી ટીબી-વિરોધી દવા રજૂ કરાઇઃ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દવાનો ટૂંકો ગાળો ધરાવતી અને બેડિક્વિલાઇન આધારિત ઔષધ વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે. 2019માં 40,397 MDR/RR-TB દર્દીઓની સારવાર ટૂંકી ઔષધ વ્યવસ્થા પર શરૂ કરવામાં આવી છે.
  • NHM અંતર્ગત પીપીપી મોડમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં નિદાન સુવિધાઓને સહાયતા કરવા માટે 2016માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય નિદાન કાર્યક્રમ (PMNDP) શરૂ કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 885 મશીનો લગાવીને 105 કેન્દ્રોમાં 3 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 52 જિલ્લાઓમાં પીએમએનડીપીનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

પૃષ્ઠભૂમિઃ

આદરણીય પ્રધાનમંત્રી દ્વારા 12 એપ્રિલ, 2015ના રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાનનો (NRHM) ગ્રામીણ વસ્તી, ખાસ કરીને સંવેદનશીલ જૂથો માટે સુલભ, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ માટે  પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1 મે, 2013ના રોજ યોજાયેલી બેઠકમાં કેન્દ્રિય મંત્રીમંડળે રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન (NHM)ના પેટા અભિયાન તરીકે રાષ્ટ્રીય શહેરી આરોગ્ય અભિયાન (NUHM), જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય મિશનના અન્ય પેટા મિશન તરીકે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NRHM)ને મંજૂરી આપી હતી.

1 એપ્રિલ, 2017થી 31 માર્ચ, 2020 સુધી અમલમાં રહે તે રીતે 21 માર્ચ, 2018ના રોજ યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય આરોગ્ય અભિયાનની કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે તારીખ 10 જાન્યુઆરી, 2020ના ઓફિસ મેમોરેન્ડમ નં.42(02/PF-II.2014) થકી 31 માર્ચ, 2021 અથવા 15માં નાણાં પંચની ભલામણો અમલમાં આવે ત્યાં સુધી, બન્નેમાંથી જે સમય વહેલો હોય ત્યાં સુધી વચગાળાના સમયગાળા માટે તેનો અમલ લંબાવવાની મંજૂરી પણ આપી છે.

NHM માળખા માટે મંત્રીમંડળની મંજૂરી વધુમાં જોગવાઇ કરે છે કે નાણાકીય નિયમોમાં વિચલન, ચાલી રહેલી યોજનાઓમાં ફેરફાર અને નવી યોજનાઓની વિગતોની સાથે સાથે એન(આર)એચએમ સંબંધિત પ્રગતિ અહેવાલ વાર્ષિક ધોરણે માહિતી માટે મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે. શરતોને આધીન રહીને સોપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી શકાશે.

SD/GP/JD



(Release ID: 1707012) Visitor Counter : 355