સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

વિશ્વની સૌથી મોટી રસીકરણ કવાયત અંતર્ગત, ભારતમાં રસીના લગભગ 3 કરોડ ડોઝ આપવામાં આવ્યા


છેલ્લા 24 કલાકમાં 15 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત તીવ્ર વધારો

Posted On: 14 MAR 2021 11:36AM by PIB Ahmedabad

ભારતમાં દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હાથ ધરવામાં આવી છે. દેશમાં કોવિડ-19 વિરોધી રસીના લગભગ 3 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કુલ 5,10,400 સત્રોનું આયોજન કરીને 2,97,38,409 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં 73,47,895 HCWs (પ્રથમ ડોઝ), 42,95,201 HCWs (બીજો ડોઝ), 73,32,641 FLWs (પથમ ડોઝ) અને 11,35,573 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 14,40,092 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 81,87,007 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

73,47,895

42,95,201

73,32,641

11,35,573

14,40,092

81,87,007

2,97,38,409

 

રસીકરણ કવાયતના 57મા દિવસે (13 માર્ચ 2021) 15 લાખથી વધારે (15,19,952) ડોઝ આપવામાં આવ્યા હતા. કુલ 24,086 સત્રોનું આયોજન કરીને 12,32,131 લાભાર્થીને રસીનો પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 2,87,821 HCWs અને FLWs રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 13 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

રસીના આપવામાં આવેલા કુલ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

 

54,320

1,01,171

96,896

1,86,650

1,85,624

8,95,291

12,32,131

2,87,821

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દૈનિક ધોરણે આપવામાં આવતા રસીના ડોઝની સંખ્યામાં એકધારો વધારો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KL9D.jpg

કેટલાક રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ (25,320)માંથી 87.73% નવા કેસ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સતત નવા કેસોની સર્વાધિક સંખ્યા નોંધાઇ રહી છે જ્યાં એક દિવસમાં વધુ 15,602 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, કેરળમાં 24 કલાકમાં વદુ 2,035 જ્યારે પંજાબમાં નવા 1,510 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SBVN.jpg

 

આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00355E4.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00527R9.jpg

 

ભારતમાં આજે કુલ સક્રિય કેસોની સંખ્યા 2.10 લાખ (2,10,544) નોંધાઇ છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ 76.93% દર્દીઓ છે. આ બંને રાજ્યોમાં સર્વાધિક કેસ ધરાવતા ટોચના પાંચ જિલ્લાની સ્થિતિ નીચે આપેલા આલેખમાં દર્શાવેલી છે.

WhatsApp Image 2021-03-14 at 10.39.06 AM.jpeg

 

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,09,89,897 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.75% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 16,637 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. નવા સાજા થયેલામાંથી 83.13% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 7,467 દર્દીઓ સાજા થઇ ગયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006CFYB.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 161 દર્દી કોવિડના કારણે મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 84.47% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 88 દર્દીઓ એક જ દિવસમાં મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, પંજાબમાં વધુ 22 જ્યારે કેરળમાં વધુ 12 દર્દીઓ એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007W4V0.jpg

 

14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008X5FM.jpg

SD/GP/JD(Release ID: 1704703) Visitor Counter : 207