સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત 20.53 લાખ કરતાં વધુ ડોઝ સાથે એક દિવસમાં સર્વાધિક લોકોના રસીકરણનું નવું સીમાચિહ્ન નોંધાયું
કુલ રસીકરણ કવરેજનો આંકડો લગભગ 3 કરોડ થયો
Posted On:
13 MAR 2021 11:22AM by PIB Ahmedabad
ભારતમાં 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવેલી દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ કવાયતમાં વધુ એક નોંધનીય સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે.
રસીકરણ કવાયતના 56મા દિવસે (12 માર્ચ 2021) 20,561 સત્રોનું આયોજન કરીને 20 લાખથી વધારે (20,53,537) ડોઝ આપવામાં આવ્યા હતા. આજદિન સુધીમાં એક દિવસમાં આપેલા આ સૌથી વધુ સંખ્યામાં રસીના ડોઝનો આંકડો છે.
આમાંથી 16,39,663 લાભાર્થીને રસીનો પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 4,13,874 HCWs અને FLWs રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 12 માર્ચ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
70,504
|
1,37,745
|
1,14,621
|
2,76,129
|
2,23,856
|
12,30,682
|
16,39,663
|
4,13,874
|
આજે સવારે 7 વાગ્યા સુધીના પ્રાપ્ત હંગામી અહેવાલ અનુસાર, દેશમાં 4,86,314 સત્રોનું આયોજન કરીને કોવિડ-19 વિરોધી રસીના કુલ 2.82 કરોડથી વધારે (2,82,18,457) ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં 72,93,575 HCWs (પ્રથમ ડોઝ), 41,94,030 HCWs (બીજો ડોઝ), 72,35,745 FLWs (પથમ ડોઝ) અને 9,48,923 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 12,54,468 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 72,91,716 લાભાર્થી સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
72,93,575
|
41,94,030
|
72,35,745
|
9,48,923
|
12,54,468
|
72,91,716
|
છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા રસીના કુલ 20,53,537 ડોઝમાંથી 74% ડોઝ 8 રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશ સૌથી વધુ 3.3 લાખ કરતાં વધારે રસીના ડોઝ સાથે આ યાદીમાં સૌથી ટોચે છે.
ભારતમાં આપવામાં આવેલા રસીના બીજા ડોઝમાંથી 69% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. ભારતમાં રસીના કુલ બીજા ડોઝમાંથી 9.71% (4,99,242) ડોઝ માત્ર ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા છે.
આજે ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ 2.02 લાખ (2,02,022) છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હાલલમાં સક્રિય કેસોની ટકાવારી 1.78% છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના વધુ 24,882 કેસ પોઝિટીવ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 87.72% દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં નોંધાયા છે.
ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 63.57% દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં છે.
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ નોંધાયું છે.
બીજી તરફ, 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા 1,000 કરતાં ઓછી છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,09,73,260 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.82% છે. સાજા થયેલા કુલ દર્દીઓ અને કુલ સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે આંકડો 10,771,238 નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 19,957 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવા સાજા થયેલામાંથી 86.43% દર્દીઓ 6 રાજ્યોમાં હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 11,344 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 140 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા મૃત્યુઆંકમાં 81.43% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક (56) નોંધાયો છે. પંજાબમાં એક દિવસમાં 34 જ્યારે કેરળમાં એક દિવસમાં 14 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
આમાં રાજસ્થાન, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પુડુચેરી, આસામ, લક્ષદ્વીપ, લદાખ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણીપુર, મેઘાલય, આંદામાન અને નિકોબારના ટાપુઓ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1704552)
Visitor Counter : 258