પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશીહિડે વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

Posted On: 09 MAR 2021 8:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશીહિડે સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.

બંને મહાનુભાવોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પારસ્પરિક વિશ્વાસ અને સહિયારા મૂલ્યોથી માર્ગદર્શિત ભારત અને જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં જોવા મળેલા સકારાત્મક વેગ વિશે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ગત વર્ષે કોવિડ-19 મહામારી વચ્ચે પણ જળવાઇ રહેલા દ્વિપક્ષીય આદાનપ્રદાનની પ્રશંસા કરી હતી. તેમણે તાજેતરમાં વિશેષ કૌશલ્યપૂર્ણ કામદારો (SSW) બાબતે સહકાર માટે હસ્તાક્ષર કરવામાં આવેલા સમજૂતી કરારને આવકાર્યો હતો અને તેનો વહેલી તકે અમલ કરવામાં આવશે તેવી આતુરતા દર્શાવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું કે, મુંબઇઅમદાવાદ હાઇસ્પીડ રેલ (MAHSR) પરિયોજના ભારત અને જાપાન વચ્ચેની દ્વિપરીક્ષણ વ્યૂહાત્મક ભાગીદારીનું ઝળહળતું દૃષ્ટાંત છે અને તેના સફળ અમલીકરણ માટે પોતાના કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ વધુમાં, પારસ્પરિક હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ વિશે પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું અને બંને દેશો વચ્ચેની ભાગીદારી સહિયારા પડકારોને ઉકેલવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે તે બાબતે એકમત વ્યક્ત કર્યો હતો. સંદર્ભે, તેમણે ચતુષ્પક્ષીય મૂલ્યો ધરાવતા પરામર્શના રૂપમાં ઑસ્ટ્રેલિયા અને US જેવા સમાન માનસિકતા ધરાવતા દેશો સાથે તેમના જોડાણ પર વિશેષ ભાર મૂક્યો હતો અને ઉપયોગી ચર્ચા અવશ્યપણે ચાલુ રહેવી જોઇએ તેવી સંમતિ દર્શાવી હતી.

બંને નેતાઓએ નોંધ્યું હતું કે, બંને દેશો વચ્ચે 2022માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા તેની 70મી વર્ષગાંઠ આવી રહી છે અને સંમતિ દર્શાવી હતી કે, કાર્યક્રમને અનુકૂળ રીતે ઉજવવામાં આવશે.

પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રી સુગાને વાર્ષિક દ્વિપક્ષીય શિખર મંત્રણા માટે વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

SD/GP/JD


(Release ID: 1703642) Visitor Counter : 250