સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે કોવિડ-19 રસીકરણમાં સીમાચિહ્નરૂપ મુકામ પાર કર્યું
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ વિરોધી રસીના 20 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા
રસીકરણ કવરેજનો કુલ આંકડો 2.3 કરોડથી વધારે થઇ ગયો
Posted On:
09 MAR 2021 11:27AM by PIB Ahmedabad
સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી, 2021ના રોજથી શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતમાં ભારતે નોંધનીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 20 લાખથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રસીકરણ કવાયતના 52મા દિવસે (8 માર્ચ, 2021) રસીના કુલ 20,19,723 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 28,884 સત્રોનું આયોજન કરીને 17,15,380 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCW અને FLW) જ્યારે 3,04,343 HCW અને FLWને બીજો ડોઝ પ્રાપ્ત થયો છે.
તારીખ: 8 માર્ચ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
89,099
|
1,91,930
|
1,82,782
|
1,12,413
|
2,21,148
|
12,22,351
|
17,15,380
|
3,04,343
|
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં કુલ 4,05,517 સત્રોનું આયોજન કરીને કુલ 2.3 કરોડથી વધારે (2,30,08,733) રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં 70,75,010 HCW (પ્રથમ ડોઝ), 37,39,478 HCW (બીજો ડોઝ), 67,92,319 FLW (પ્રથમ ડોઝ) અને 3,25,972 FLW (બીજો ડોઝ), તેમજ 45 વર્ષથી વધુ ઉંમરના હોય અને સહબીમારી ધરાવતા હોય તેવા 7,01,809 લાભાર્થીને પ્રથમ ડોઝ અને 60 વર્ષથી વધુ ઉંમરના 43,74,145 લાભાર્થીને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
70,75,010
|
37,39,478
|
67,92,319
|
3,25,972
|
7,01,809
|
43,74,145
|
2,30,08,733
|
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં સતત દૈનિક ધોરણે કોવિડના નવા કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી 84.04% દર્દીઓ આ રાજ્યોમાંથી જ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 15,388 દર્દીઓ સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધાયા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં નવા 8,744 કેસ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે નવા 1,412 જ્યારે પંજાબમાં નવા 1,229 કેસ નોંધાયા છે.
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,87,462 સુધી પહોંચી છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી અત્યારે સક્રિય કેસની સંખ્યા 1.67% રહી છે.
નીચે આપેલો આલેખ છેલ્લા 24 કલાક દરમિયાન નવા કેસના વિતરણનો ચિતાર આપે છે. છેલ્લા 24 કલાકમાં ચાર રાજ્યો- અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં કોવિડ-19નો એકપણ નવો કેસ નોંધાયો નથી જ્યારે ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળમાં કોવિડ-19ના 1000થી વધારે નવા પોઝિટીવ કેસ નોંધાયા છે.
SD/GP/BT
(Release ID: 1703431)
Visitor Counter : 298