ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટેની માર્ગદર્શિકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ વિવિધ પ્રવૃત્તિઓ અને કેન્દ્રિત નિયંત્રણ માટેનાં પગલાં લેવા SOPsનો અમલ કરવો પડશે

Posted On: 26 FEB 2021 3:31PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (એમએચએ) આજે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટેની અગાઉની માર્ગદર્શિકાને 31.03.2021 સુધી લંબાવવા માટે ઓર્ડર જાહેર કર્યો હતો.

જ્યારે સક્રિય અને નવા કોવિડ-19 કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રોગચાળાને સંપૂર્ણપણે દૂર કરવા માટે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી જાળવવાની જરૂર છે.

રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને પણ લક્ષ્ય વસ્તીના રસીકરણને વેગ આપવા સલાહ આપવામાં આવી છે જેથી સંક્રમણની સાંકળ તોડી શકાય અને મહામારીને દૂર કરી શકાય.

આ માર્ગદર્શિકા મુજબ, નિયંત્રણ ઝોનને કાળજીપૂર્વક રેખાંકિત કરવાની કામગીરી જાળવી રાખવામાં આવશે; આ પ્રકારના ઝોનની અંદર નિયંત્રણ માટે સૂચિત પગલાનું કડકપણે પાલન કરાવવામાં આવશે; કોવિડને નિયંત્રણમાં જાળવવા અનુરૂપ અભિગમને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ પ્રકારની વર્તણૂંકનું કડકપણ પાલન થશે; અને મંજૂર કરેલ વિવિધ પ્રવૃત્તિઓના સંબંધમાં માનક કાર્યકારી પ્રક્રિયાઓ (એસઓપી)નું પાલન થશે.

એટલે 27.01.2021ના રોજ જાહેર કરેલી માર્ગદર્શિકામાં વર્ણવેલ માર્ગદર્શિકા/એસઓપીનું પાલન કરાવવા, કોવિડ કેસ પર નજર રાખવા અને નિયંત્રણમાં લેવાના અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તથા આ માર્ગદર્શિકા/એસઓપીનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવો પડશે.

 

SD/GP/BT


(Release ID: 1701089) Visitor Counter : 281