પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીએ તમિલનાડુ ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કરશે

Posted On: 24 FEB 2021 7:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે  તમિલનાડુ ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમાંરભનો સંબોધિત કરશે. આ પદવીદાન સમારોહમાં કુલ 17591 ઉમેદવારોને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે.

યુનિવર્સિટી વિશે

આ યુનિવર્સિટીનું નામકરણ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ડો. એમ.જી. રામચંદ્રનના નામ પરથી કરવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીના છત્ર નીચે મેડીસીન, ડેન્ટીસ્ટ્રી, ફાર્મસી, નર્સિંગ, આયુષ, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને આનુષાંગિક આરોગ્ય વિજ્ઞાન સહિતની ડિસિપ્લીન્સને સમાવતા કુલ 686 સંલગ્ન સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થાઓ તમિલનાડુ રાજ્યમાં ખૂણે ખૂણે વિસ્તરિત છે, જેમાં 41 મેડિકલ કોલેજીસ, 19 ડેન્ટલ કોલેજીસ, 48 આયુષ કોલેજીસ, 199 નર્સિંગ કોલેજીસ, 81 ફાર્મસી કોલેજીસ સામેલ છે અને એ ઉપરાંત સ્પેશિયાલિટી પોસ્ટ-ડોક્ટરલ મેડિકલ અને/અથવા સંલગ્ન આરોગ્ય સંસ્થાઓ સામેલ છે.

SD/GP/JD



(Release ID: 1700603) Visitor Counter : 130