સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છેલ્લા 24 કલાકમાં 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ નવું મૃત્યુ નોંધાયું નથી


છેલ્લા 24 કલાકમાં 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ નવું મૃત્યુ નોંધાયું નથી

Posted On: 19 FEB 2021 2:12PM by PIB Ahmedabad

વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારતે વધુ એક સીમાચિહ્નરૂપ મુકામ પાર કર્યું છે. 19 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીના અહેવાલ અનુસાર ભારતમાં કોવિડ-19 વિરોધી રસી લેનારા આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓનો આંકડો 1 કરોડથી વધારે થઇ ગયો છે.

ભારતને 1 કરોડ રસી આપવાના સીમાચિહ્નરૂપ મુકામ સુધી પહોંચવામાં માત્ર 34 દિવસ લાગ્યા છે જે દુનિયામાં બીજા ક્રમે સૌથી ઝડપી કામગીરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QGGE.jpg

આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કુલ 2,11,462 સત્રોનું આયોજન કરીને 1,01,88,007 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાં 62,60,242 HCW (1લો ડોઝ), 6,10,899 HCW (2જો ડોઝ) અને 33,16,866 FLWs (1લો ડોઝ) સામેલ છે.

દેશમાં શરૂ કરવામાં આવેલી રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જેમણે કોવિડ-19 વિરોધી રસીનો 1લો ડોઝ લીધો હોય તેવા લાભાર્થીઓને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 ફેબ્રુઆરી 2021થી FLW માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

 

અનુક્રમ નંબર

 

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓ

1લો ડોઝ

2જો ડોઝ

કુલ ડોઝ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

4,347

495

4,842

2

આંધ્રપ્રદેશ

3,86,770

51,996

4,38,766

3

અરુણાચલ પ્રદેશ

18,359

2,941

21,300

4

આસામ

1,38,795

7,953

1,46,748

5

બિહાર

5,06,688

33,419

5,40,107

6

ચંદીગઢ

11,381

423

11,804

7

છત્તીસગઢ

3,21,706

14,425

3,36,131

8

દાદરા અને નગર હવેલી

4,493

114

4,607

9

દમણ અને દીવ

1,640

94

1,734

10

દિલ્હી

2,49,791

11,188

2,60,979

11

ગોવા

13,862

356

14,218

12

ગુજરાત

8,11,152

28,047

8,39,199

13

હરિયાણા

2,03,766

16,500

2,20,266

14

હિમાચલ પ્રદેશ

90,908

68,031

1,58,939

15

જમ્મુ અને કાશ્મીર

1,77,795

3,756

1,81,551

16

ઝારખંડ

2,38,852

8,595

2,47,447

17

કર્ણાટક

5,19,158

63,533

5,82,691

18

કેરળ

3,86,901

23,948

4,10,849

19

લદાખ

4,436

290

4,726

20

લક્ષદ્વીપ

1,809

115

1,924

21

મધ્યપ્રદેશ

6,11,640

0

6,11,640

22

મહારાષ્ટ્ર

8,14,682

24,884

8,39,566

23

મણીપુર

35,834

901

36,735

24

મેઘાલય

21,674

607

22,281

25

મિઝોરમ

13,731

1,384

15,115

26

નાગાલેન્ડ

18,398

2,661

21,059

27

ઓડિશા

4,29,212

53,401

4,82,613

28

પુડુચેરી

7,661

454

8,115

29

પંજાબ

1,16,199

5,575

1,21,774

30

રાજસ્થાન

7,47,420

15,493

7,62,913

31

સિક્કિમ

10,143

357

10,500

32

તમિલનાડુ

3,09,692

20,125

3,29,817

33

તેલંગાણા

2,79,832

73,281

3,53,113

34

ત્રિપુરા

79,030

6,766

85,796

35

ઉત્તરપ્રદેશ

10,52,431

18,464

10,70,895

36

ઉત્તરાખંડ

1,26,454

4,246

1,30,700

37

પશ્ચિમ બંગાળ

5,83,613

23,922

6,07,535

38

અન્ય

2,26,853

22,159

2,49,012

 

કુલ

95,77,108

6,10,899

1,01,88,007

 

રસીકરણ કવાયતના 34મા દિવસે (18 ફેબ્રુઆરી 2021ના રોજ) કુલ 6,58,674 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 10,812 સત્રોમાં 4,16,942 લાભાર્થીને 1લો ડોઝ (HCW અને FLW) આપવામાં આવ્યો હતો જ્યારે 2,41,732 HCWને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

દેશમાં રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે.

ભારતમાં રસી આપવામાં આવી હોય તેવા કુલ લાભાર્થીઓમાંથી 57.47% લોકો 8 રાજ્યોમાંથી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 10.5% (10,70,895) લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EFBA.jpg

ભારતમાં રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોય તેવા 60.85% લાભાર્થીઓ 7 રાજ્યોમાંથી છે. તેલંગાણામાં સૌથી વધારે 12% લાભાર્થીઓને (73,281 લાભાર્થી) રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OZJJ.jpg

દેશમાં સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, ગોવા, ઝારખંડ, મેઘાલય, પુડુચેરી, ચંદીગઢ, મણીપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.

પંદર રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1-5 મૃત્યુ જ્યારે 3 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6-10 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004OVL7.jpg

ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે અને આજે આ આંકડો 1.39 લાખ (1,39,542) નોંધાયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 1.27% રહ્યું છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.06 કરોડ (1,06,67,741) થઇ ગઇ છે. કુલ સાજા થવાનો દર 97.30% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 10,896 દર્દીઓ સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે.

નવા સાજા થયેલામાંથી 83.15% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,193 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. તે પછીના ક્રમે 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,543 અને તમિલનાડુમાં વધુ 470 દર્દી સાજા થઇ ગયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LBGR.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 13,193 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

દૈનિક ધોરણે નવા નોંધાયેલા 86.6% પોઝિટીવ કેસ 6 રાજ્યોમાંથી છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,427 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં નવા 4,584 જ્યારે તમિલનાડુમાં નવા 457 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0068DFB.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 97 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 76.29% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 38 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, કેરળમાં દૈનિક ધોરણે વધુ 14 અને પંજાબમાં વધુ 10 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0078LQ3.jpg

SD/GP/BT



(Release ID: 1699391) Visitor Counter : 184