સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રસીકરણ કવરેજ મામલે ભારત સમગ્ર દુનિયામાં ટોચના ત્રીજા ક્રમે; 94 લાખથી વધુ લોકોને રસી અપાઇ
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જળવાઇ રહ્યો છે; કુલ પોઝિટીવ કેસમાંથી સાજા થયેલાની સંખ્યા 97% કરતાં વધારે છેલ્લા 24 કલાકમાં 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નહીં
Posted On:
18 FEB 2021 10:52AM by PIB Ahmedabad
સમગ્ર દુનિયામાં કોવિડ-19 વિરોધી રસીકરણ હેઠળ આવરી લીધેલા સૌથી વધુ લાભાર્થીઓની સંખ્યા મામલે ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે. માત્ર US અને UK એવા દેશ છે જ્યાં રસી લેનારાની સંખ્યા ભારતની સરખામણીએ વધારે છે.
18 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત હેઠળ આવરી લેવામાં આવેલા કુલ આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCW) અને અગ્ર હરોળના કર્મચારીઓ (FLW)ની સંખ્યા 94 લાખથી વધુ થઇ ગઇ છે.
આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ પ્રમાણે કુલ 1,99,305 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 94,22,228 લાભાર્થીને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 61,96,641 HCW (1લો ડોઝ), 3,69,167 HCW (2જો ડોઝ) અને 28,56,420 FLW (1લો ડોઝ) સામેલ છે.
રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જેમણે કોવિડ-19 વિરોધી રસીનો 1લો ડોઝ લીધો હોય તેવા લાભાર્થીઓને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. FLW માટે 2 ફેબ્રુઆરી 2021થી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા કુલ લાભાીર્થી
|
1લો ડોઝ
|
2જો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
4,045
|
182
|
4,227
|
2
|
આંધ્રપ્રદેશ
|
3,76,308
|
35,475
|
4,11,783
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
16,613
|
1,574
|
18,187
|
4
|
આસામ
|
1,31,651
|
5,573
|
1,37,224
|
5
|
બિહાર
|
5,02,903
|
15,192
|
5,18,095
|
6
|
ચંદીગઢ
|
10,583
|
277
|
10,860
|
7
|
છત્તીસગઢ
|
3,08,551
|
9,829
|
3,18,380
|
8
|
દાદરા અને નગર હવેલી
|
4,143
|
94
|
4,237
|
9
|
દમણ અને દીવ
|
1,480
|
94
|
1,574
|
10
|
દિલ્હી
|
2,28,911
|
7,651
|
2,36,562
|
11
|
ગોવા
|
13,692
|
354
|
14,046
|
12
|
ગુજરાત
|
6,99,443
|
17,801
|
7,17,244
|
13
|
હરિયાણા
|
2,01,675
|
8,009
|
2,09,684
|
14
|
હિમાચલ પ્રદેશ
|
87,499
|
4,306
|
91,805
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
1,59,765
|
2,501
|
1,62,266
|
16
|
ઝારખંડ
|
2,32,671
|
7,541
|
2,40,212
|
17
|
કર્ણાટક
|
5,10,696
|
54,397
|
5,65,093
|
18
|
કેરળ
|
3,79,034
|
16,153
|
3,95,187
|
19
|
લદાખ
|
3,856
|
290
|
4,146
|
20
|
લક્ષદ્વીપ
|
1,809
|
115
|
1,924
|
21
|
મધ્યપ્રદેશ
|
5,97,537
|
0
|
5,97,537
|
22
|
મહારાષ્ટ્ર
|
7,64,965
|
16,835
|
7,81,800
|
23
|
મણીપુર
|
32,748
|
777
|
33,525
|
24
|
મેઘાલય
|
21,221
|
470
|
21,691
|
25
|
મિઝોરમ
|
12,976
|
585
|
13,561
|
26
|
નાગાલેન્ડ
|
16,502
|
1,750
|
18,252
|
27
|
ઓડિશા
|
4,21,142
|
18,248
|
4,39,390
|
28
|
પુડુચેરી
|
6,959
|
395
|
7,354
|
29
|
પંજાબ
|
1,12,231
|
3,051
|
1,15,282
|
30
|
રાજસ્થાન
|
7,44,741
|
15,334
|
7,60,075
|
31
|
સિક્કિમ
|
9,509
|
251
|
9,760
|
32
|
તમિલનાડુ
|
2,95,338
|
14,039
|
3,09,377
|
33
|
તેલંગાણા
|
2,79,534
|
53,701
|
3,33,235
|
34
|
ત્રિપુરા
|
75,565
|
2,361
|
77,926
|
35
|
ઉત્તરપ્રદેશ
|
9,16,568
|
18,394
|
9,34,962
|
36
|
ઉત્તરાખંડ
|
1,23,656
|
3,063
|
1,26,719
|
37
|
પશ્ચિમ બંગાળ
|
5,57,880
|
15,866
|
5,73,746
|
38
|
અન્ય
|
1,88,661
|
16,639
|
2,05,300
|
કુલ
|
90,53,061
|
3,69,167
|
94,22,228
|
રસીકરણના 33મા દિવસે (18 ફેબ્રુઆરી 2021) 7,932 સત્રોમાં કુલ 4,22,998 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. આમાંથી 3,30,208 લાભાર્થીએ પહેલો ડોઝ જ્યારે 92,790 લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો.
રસીનો બીજો ડોઝ લેનારા કુલ લાભાર્થીઓમાંથી 58.20% લોકો 7 રાજ્યોમાંથી છે. માત્ર કર્ણાટકમાં જ 14.74% લાભાર્થી (54,397 ડોઝ)એ રસીનો બીજો ડોઝ લીધો છે.

કોવિડ વિરોધી જંગમાં સુધારા તરફી આગેકૂચ સાથે ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતિપૂર્ણ વધારો થઇ રહ્યો છે. આજે આ સંખ્યા 1.06 કરોડ (1,06,56,845) નોંધાઇ છે. સાજા થવાનો દર 97.32% નોંધાયો છે. સાજા થનારાની સતત વધતી સંખ્યા અને દૈનિક ધોરણે મૃત્યુના ઘટતા આંકડાના કારણે સક્રિય કેસનું ભારણ ઓછું કરવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.
ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા (1,37,342) કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 1.25% રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,987 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસના આંકડાનું વિતરણ સકારાત્મક ચિત્ર બતાવે છે. માત્ર 2 રાજ્યોમાં જ છેલ્લા 24 કલાકમાં 1000થી વધારે પોઝિટીવ કેસ નોંધાયા છે.

સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં દિલ્હી, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, હિમાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, મણીપુર, મેઘાલય, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ છે.
છેલ્લા 24 કલાકમાં, માત્ર 1 રાજ્યમાં 20થી વધારે દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા 7 દિવસથી સતત દૈનિક ધોરણે નોંધાતા પોઝિટીવિટી દરમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. 1 ફેબ્રુઆરી 2021ના રોજ આ દર 1.89% હતો જે આજે ઘટીને 1.69% થયો છે.

નવા નોંધાયેલામાંથી 75% કેસ, નવા સાજા થયેલામાંથી 72% અને નવા મૃત્યુમાંથી 55% કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં છે.
નવા સાજા થયેલામાંથી 85.14% કેસ 6 રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે કેરળમાં સર્વાધિક દર્દી સાજા થયા છે જ્યાં વધુ 4,832 દર્દી સાજા થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 3,853 જ્યારે કર્ણાટકમાં વધુ 537 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા પોઝિટીવ નોંધાયા કેસની સંખ્યા 12,881 છે.
નવા નોંધાયેલા 86.61% કેસ 6 રાજ્યોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 4,892 પોઝિટીવ કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 4,787 જ્યારે તમિલનાડુમાં નવા 454 પોઝિટીવ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી વધુ 101 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 76.24% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 જ્યારે પંજાબમાં વધુ 10 મૃત્યુ નોંધાયા છે.

SD/GP/BT
(Release ID: 1698993)
|