પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સીધીના બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો, સહાય મંજૂર કરી
Posted On:
16 FEB 2021 3:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સીધી ખાતે બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રીને ટાંકતા એક ટ્વીટમાં કહ્યું, “મધ્યપ્રદેશના સીધીમાં ભયાનક બસ અકસ્માત થયો. શોકગ્રસ્ત પરિવારોને આશ્વાસન. બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્ર કાર્યરત છે.”
પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને સહાય પણ મંજૂર કરી છે. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું, “PM @narendramodi એ પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત કોષમાંથી મધ્યપ્રદેશના સીધી ખાતે બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના નજીકના પરિજનને રૂ. 2 લાખની સહાય મંજૂર કરી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને રૂ. 50000 આપવામાં આવશે.”
SD/GP/JD
(Release ID: 1698469)
Visitor Counter : 161
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam