પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 17 ફેબ્રુઆરીએ નાસકોમ ટેકનોલોજી એન્ડ લીડરશીપ ફોરમને સંબોધિત કરશે

Posted On: 15 FEB 2021 3:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી, 2021ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નાસકોમ ટેકનોલોજી એન્ડ લીડરશીપ ફોરમ (NTLF)ને સંબોધિત કરશે.

NTLF વિશે

NTLFની 29મી આવૃતિનું આયોજન 17મીથી 19મી ફેબ્રુઆરી, 2021 દરમિયાન થશે. આ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ (NASSCOM)નો એક અગ્રિમ હરોળનો કાર્યક્રમ છે. આ વર્ષના આ કાર્યક્રમનું થીમ ‘શેપિંગ ધ ફ્યુચર ટુવર્ડ્સ અ બેટર નોર્મલ’ છે. આ કાર્યક્રમમાં 30થી વધુ દેશોમાંથી 1600 સહભાગીઓ સામેલ થશે તેમજ ત્રણ દિવસીય આ ચર્ચા દરમિયાન 30થી વધુ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.

***

SD/GP/JD


(Release ID: 1698121) Visitor Counter : 193