સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો જળવાઇ રહ્યો છે; સાજા થવાનો દર ઉર્ધ્વ દિશામાં વધી રહ્યો છે


છેલ્લા એક મહિનામાં દૈનિક સરેરાશ મૃત્યુદરમાં 55%નો ઘટાડો નોંધાયો

કોવિડ-19 વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા 62.6 લાખ થઇ

Posted On: 09 FEB 2021 11:09AM by PIB Ahmedabad

ભારતમાં દૈનિક ધોરણે નોંધાઇ રહેલા નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિતોની સંખ્યા 9,110 નોંધાઇ છે. દૈનિક ધોરણે નવા કેસની ઓછી સંખ્યા અને સાજા થનારા દર્દીઓના વધી રહેલા આંકડાના કારણે સક્રિય કેસમાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે.

ભારતમાં આજે કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.43 લાખ (1,43,625) નોંધાઇ છે. ભારતમાં કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યાનું ભારણ માત્ર 1.32% રહ્યું છે.

આજદિન સુધીમાં દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1.05 કરોડ (1,05,48,521) નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં 14,016 દર્દીઓ સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસની સંખ્યા વચ્ચેનો તફાવત સતત પ્રગતીપૂર્ણ રીતે વધી રહ્યો છે. આજે આ આંકડો વધીને 1,04,04,896 નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00185ZB.jpg

 

દેશમાં કુલ સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વૃદ્ધિના કારણે, ભારતનો સાજા થવાનો દર 97.25% થઇ ગયો છે જે દુનિયામાં સૌથી વધુ પૈકી એક છે. UK, USA, ઇટાલી, રશિયા, બ્રાઝિલ અને જર્મની જેવા દેશોમાં સાજા થવાનો દર ભારતની સરખામણીએ ઓછો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002665X.jpg

 

ભારતમાં દૈનિક સરેરાશ મૃત્યુની સંખ્યામાં તીવ્ર ઘટાડો થવાનું ચાલુ છે. જાન્યુઆરી 2021ના બીજા સપ્તાહમાં દૈનિક સરેરાશ 211 મૃત્યુઆંકની ઉચ્ચ સપાટીએથી ઘટીને ફેબ્રુઆરી 2021ના બીજા સપ્તાહમાં સરેરાશ 96 થઇ ગઇ છે, જે એક મહિનામાં 55%નો ઘટાડો દર્શાવે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003APHE.jpg

 

ભારતમાં મૃત્યુદર(CFR) 1.43% છે જે દુનિયામાં સૌથી ઓછા પૈકી એક છે. વૈશ્વિક સરેરાશ મૃત્યુદર 2.18% છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FIH8.jpg

 

9 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત રસી લેનારા કુલ લાભાર્થીઓની સંખ્યા અંદાજે 62.6 લાખ (62,59,008) સુધી પહોંચી ગઇ છે.

આમાં 5,482,102 આરોગ્ય કર્મચારીઓ અને 7,76,906 અગ્ર હરોળના કર્મચારીઓ પણ સામેલ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0053BC5.jpg

 

છેલ્લા 24 કલાકમાં કુલ 4,46,646 (આરોગ્ય સંભાળ કર્મચારીઓ- 1,60,710 અને અગ્ર હરોળના કર્મચારીઓ – 2,85,936) લાભાર્થીઓને 10,269 સત્રોમાં રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 1,26,756 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા કુલ લાભાર્થીઓ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,397

2

આંધ્રપ્રદેશ

3,14,316

3

અરુણાચલ પ્રદેશ

13,479

4

આસામ

99,889

5

બિહાર

3,97,555

6

ચંદીગઢ

6,027

7

છત્તીસગઢ

1,84,733

8

દાદરા અને નગર હવેલી

1,550

9

દમણ અને દીવ

745

10

દિલ્હી

1,19,329

11

ગોવા

8,352

12

ગુજરાત

5,05,960

13

હરિયાણા

1,69,055

14

હિમાચલ પ્રદેશ

58,031

15

જમ્મુ અને કાશ્મીર

61,035

16

ઝારખંડ

1,24,505

17

કર્ણાટક

4,15,403

18

કેરળ

3,07,998

19

લદાખ

2,234

20

લક્ષદ્વીપ

868

21

મધ્યપ્રદેશ

3,79,251

22

મહારાષ્ટ્ર

5,12,476

23

મણીપુર

9,989

24

મેઘાલય

7,662

25

મિઝોરમ

10,937

26

નાગાલેન્ડ

4,973

27

ઓડિશા

3,15,725

28

પુડુચેરી

3,881

29

પંજાબ

82,127

30

રાજસ્થાન

4,87,848

31

સિક્કિમ

6,007

32

તમિલનાડુ

1,75,027

33

તેલંગાણા

2,29,027

34

ત્રિપુરા

45,674

35

ઉત્તરપ્રદેશ

6,73,542

36

ઉત્તરાખંડ

79,283

37

પશ્ચિમ બંગાળ

3,77,608

38

અન્ય

63,510

કુલ

62,59,008

 

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 81.2% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,959 નવા દર્દીઓ સાજા થયા છે જ્યારે તે પછીના ક્રમે મહારાષ્ટ્રમાં નવા 3,423 અને બિહારમાં નવા 550 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006P9T2.jpg

 

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 9,110 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. 81.39% નવા નોંધાયેલા કેસ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 3,742 કેસ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 2,216 જ્યારે તમિલનાડુમાં નવા 464 કેસ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0076PAT.jpg

છેલ્લા 24 કલાકમાં વધુ 78 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 4 દિવસથી દૈનિક ધોરણે મૃત્યુઆંક 100ની નીચે નોંધાઇ રહ્યો છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 64.1% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા. કેરળમાં સૌથી વધુ મૃત્યુઆંક (16) નોંધાયો છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વધુ 15 જ્યારે પંજાબમાં વધુ 11 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

 

SD/GP/BT



(Release ID: 1696447) Visitor Counter : 231