સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ યથાવત્: છેલ્લા 10 દિવસથી મૃત્યુઆંક 150થી ઓછો નોંધાઇ રહ્યો છે


17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી

33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસનું ભારણ 5000થી ઓછું

58 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપીને ભારત સૌથી વધુ લોકોનું રસીકરણ કરનારનો ત્રીજો ટોચનો દેશ બન્યો

Posted On: 08 FEB 2021 11:06AM by PIB Ahmedabad

કોવિડ સામેની જંગમાં ભારતે મેળવેલી એક મહત્વપૂર્ણ સફળતારૂપે, દેશમાં છેલ્લા 10 દિવસથી સતત દૈનિક મૃત્યુઆંક 150થી ઓછો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 84 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલના પાલનની સાથે તાત્કાલિક ટ્રેસિંગ, ટ્રેકિંગ અને સઘન તેમજ વ્યાપક પરીક્ષણના કારણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો સુનિશ્ચિત થઇ શક્યો છે અને દૈનિક ધોરણે પોઝિટીવ કેસમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001I9N1.jpg

કોવિડ વ્યવસ્થાપન અને પ્રતિક્રિયા નીતિના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ સંબંધિત મૃત્યુઆંક પર ચાંપતી નજર રાખવા ઉપરાંત, કોવિડના તીવ્ર અને ગંભીર દર્દીઓને ગુણવત્તાપૂર્ણ તબીબી સંભાળ આપીને મૃત્યુની સંખ્યામાં ઘટાડો લાવવા માટે તેમજ લોકોના જીવ બચાવવા માટે પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સંયુક્ત પ્રયાસોના પરિણામે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો છે.

17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીએ કોવિડના કારણે જીવ ગુમાવ્યો નથી. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, રાજસ્થાન, મેઘાલય, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી, આંધ્રપ્રદેશ, ઓડિશા અને આસામ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,48,606 થઇ ગઇ છે. કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.37% રહી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 11,831 દર્દીઓ કોવિડથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. જ્યારે, સમાન સમયગાળામાં નવા 11,904 દર્દીઓ કોવિડમાંથી સાજા પણ થયા છે.

દેશમાં કુલ સક્રિય કેસમાંથી 81% દર્દીઓનું ભારણ 5 રાજ્યોમાં છે. ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 70% દર્દીઓ બે રાજ્યો એટલે કે, કેરળ અને મહારાષ્ટ્રમાં જ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VDJR.jpg

 

33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0038IS3.jpg

 

રાષ્ટ્રીય વલણના પગલે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ સક્રિય કેસના ભારણમાં નોંધનીય ઘટાડો થઇ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં સક્રિય કેસની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે જ્યારે ઉત્તરપ્રદેશ બીજા ક્રમે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KINS.jpg

 

8 ફેબ્રુઆરી 2021ના રોજ (રસીકરણ કવાયતનો 24મો દિવસ) સવારે 8 વાગ્યા સુધીની સ્થિતિમાં દેશમાં હાથ ધરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના ભાગરૂપે 58 લાખથી વધુ (58,12,362) લાભાર્થીઓને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,397

2

આંધ્રપ્રદેશ

2,99,649

3

અરુણાચલ પ્રદેશ

12,346

4

આસામ

88,585

5

બિહાર

3,80,229

6

ચંદીગઢ

5,645

7

છત્તીસગઢ

1,68,881

8

દાદરા અને નગર હવેલી

1,504

9

દમણ અને દીવ

708

10

દિલ્હી

1,09,589

11

ગોવા

8,257

12

ગુજરાત

4,51,002

13

હરિયાણા

1,39,129

14

હિમાચલ પ્રદેશ

54,573

15

જમ્મુ અને કાશ્મીર

49,419

16

ઝારખંડ

1,06,577

17

કર્ણાટક

3,88,769

18

કેરળ

2,92,342

19

લદાખ

1,987

20

લક્ષદ્વીપ

839

21

મધ્યપ્રદેશ

3,42,016

22

મહારાષ્ટ્ર

4,73,480

23

મણીપુર

8,334

24

મેઘાલય

6,859

25

મિઝોરમ

10,937

26

નાગાલેન્ડ

4,535

27

ઓડિશા

2,76,323

28

પુડુચેરી

3,532

29

પંજાબ

76,430

30

રાજસ્થાન

4,60,994

31

સિક્કિમ

5,372

32

તમિલનાડુ

1,66,408

33

તેલંગાણા

2,09,104

34

ત્રિપુરા

40,405

35

ઉત્તરપ્રદેશ

6,73,542

36

ઉત્તરાખંડ

74,607

37

પશ્ચિમ બંગાળ

3,54,000

38

અન્ય

62,057

કુલ

58,12,362

 

છેલ્લા 24 કલાકમાં 1,304 સત્રોના આયોજન સાથે કુલ 36,804 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

આજદિન સુધીમાં કુલ 1,16,487 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

દૈનિક ધોરણે કોવિડ વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં એકધારી વૃદ્ધિનું વલણ જળવાઈ રહ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005HS5X.jpg

 

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.05 કરોડ (1,05,34,505) સુધી પહોંચી ગઇ છે. સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે અને હાલમાં આ આંકડો 10,385,896 સુધી પહોંચી ગયો છે. સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.20% છે.

નવા સાજા થયેલામાંથી 80.53% દર્દીઓ 6 રાજ્યોમાંથી નોંધાયા છે. એક દિવસમાં સૌથી વધુ સાજા થનારા દર્દીઓ કેરળમાંથી (5,948) છે જ્યારે તે પછી અનુક્રમે મહારાષ્ટ્ર (1,622) અને ઉત્તરપ્રદેશ (670) છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00645DL.jpg

 

નવા નોંધાયેલા 85.85% કેસ છ રાજ્યોમાં છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,075 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં 2,673 જ્યારે કર્ણાટકમાં 487 નવા દર્દી નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00771QY.jpg

 

છેલ્લા 24 કલાકમાં વધુ 84 દર્દીના મૃત્યુ નીપજ્યાં છે. આમાંથી 79.76% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 30 દર્દીઓના મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે, કેરળમાં વધુ 19 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008YST7.jpg

 

SD/GP/BT


(Release ID: 1696093) Visitor Counter : 265