સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત કોવિડ-19 વિરોધી રસીના સૌથી વધુ ડોઝ આપનારો ત્રીજો ટોચનો દેશ બન્યો

57.75 લાખથી વધારે લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 80થી ઓછા મૃત્યુ નોંધાયા જે 9 મહિનામાં સૌથી ઓછો આંકડો છે

છેલ્લા 24 કલાકમાં 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નહીં

Posted On: 07 FEB 2021 11:59AM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની જંગમાં ભારતે વૈશ્વિક સ્તરે વધુ એક શિખર સર કર્યું છે.

દુનિયામાં કોવિડ-19 વિરોધી રસીના સૌથી વધુ ડોઝ આપનારા દેશોમાં ભારત ટોચના ત્રીજા ક્રમે આવી ગયો છે. કોવિડ-19 વિરોધી રસીના ડોઝ લેનારા લાભાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત કરતાં આગળ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0011EX0.jpg

 

ભારતમાં 12 રાજ્યો એવા છે જ્યાં પ્રત્યેકમાં 2 લાખથી વધારે લાભાર્થીઓને કોવિડ વિરોધી રસી આપવામાં આવી છે. માત્ર ઉત્તરપ્રદેશમાં જ કુલ 6,73,542 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SKO8.jpg

દેશમાં શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત, 7 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 કલાક સુધીમાં રસી લેનારા કુલ  લાભાર્થીની સંખ્યા 57.75 લાખ (57,75,322)  થઇ ગઇ છે. રસી લેનારાઓની કુલ સંખ્યામાં 53,04,546 આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને 4,70,776 અગ્ર હરોળના કર્મચારીઓ છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થી

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,161

2

આંધ્રપ્રદેશ

2,99,649

3

અરુણાચલ પ્રદેશ

12,346

4

આસામ

87,269

5

બિહાર

3,74,538

6

ચંદીગઢ

5,645

7

છત્તીસગઢ

1,68,881

8

દાદરા અને નગર હવેલી

1,504

9

દમણ અને દીવ

708

10

દિલ્હી

1,09,589

11

ગોવા

8,257

12

ગુજરાત

4,38,573

13

હરિયાણા

1,39,068

14

હિમાચલ પ્રદેશ

54,573

15

જમ્મુ અને કાશ્મીર

49,419

16

ઝારખંડ

95,934

17

કર્ણાટક

3,86,186

18

કેરળ

2,91,852

19

લદાખ

1,987

20

લક્ષદ્વીપ

839

21

મધ્યપ્રદેશ

3,42,016

22

મહારાષ્ટ્ર

4,73,480

23

મણીપુર

8,256

24

મેઘાલય

6,859

25

મિઝોરમ

10,937

26

નાગાલેન્ડ

4,535

27

ઓડિશા

2,75,055

28

પુડુચેરી

3,532

29

પંજાબ

76,430

30

રાજસ્થાન

4,59,652

31

સિક્કિમ

5,372

32

તમિલનાડુ

1,66,408

33

તેલંગાણા

2,09,104

34

ત્રિપુરા

40,347

35

ઉત્તરપ્રદેશ

6,73,542

36

ઉત્તરાખંડ

73,762

37

પશ્ચિમ બંગાળ

3,54,000

38

અન્ય

62,057

કુલ

57,75,322

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,875 સત્રોનું આયોજન કરીને કુલ 3,58,473 લાભાર્થીને રસી આપવામાં આવી છે. દેશમાં આજદિન સુધીમાં કુલ 1,15,178 સત્રો યોજવામાં આવ્યા છે.

 

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતીપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0039SY3.jpg

અન્ય એક મહત્વપૂર્ણ સફળતારૂપે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે મૃત્યુઆંક 80થી ઓછો નોંધાયો છે જે છેલ્લા 9 મહિનામાં સૌથી ઓછો આંકડો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004JR02.jpg

 

દેશમાં આજે કુલ સક્રિય કેસોની સંખ્યા 1.48 લાખ (1,48,766) નોંધાઇ છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા માત્ર 1.37% રહી છે.

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.05 કરોડ (1,05,22,601) થઇ ગઇ છે. સાજા થવાનો દર 97.19% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 12,509 પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે 11,805 નવા દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે.

નવા સાજા થયેલામાંથી 81.07% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 6,178 નવા દર્દીઓ સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં વધુ 1,739 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 503 દર્દી સાજા થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050H1S.jpg

 

એક દિવસમાં નવા પોઝિટીવ નોંધાયેલામાંથી 84.83% દર્દીઓ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

સમગ્ર દેશમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,942 કેસ પોઝિટીવ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં વધુ 2,768 કેસ જ્યારે કર્ણાટકમાં નવી 531 કેસ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006AMZG.jpg

 

છેલ્લા 24 કલાકમાં કુલ 78 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 69.23% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (25) નોંધાયો છે. તે પછી, કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 અને પંજાબમાં 5 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0078Y5R.jpg

17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, હરિયાણા, ગોવા, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, પુડુચેરી, મેઘાલય, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, આસામ, મણીપુર, સિક્કિમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.

 

****

SD/GP/BT(Release ID: 1695936) Visitor Counter : 116