સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો, 18 દિવસમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું


કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1.5%થી પણ ઓછી રહી

14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં

Posted On: 03 FEB 2021 11:38AM by PIB Ahmedabad

વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારતે વારાફરતી એક પછી એક સીમાચિહ્નો પાર કરવાની આગેકૂચ જાળવી રાખી છે.

નોંધપાત્ર સિદ્ધિરૂપે, ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી 4 મિલિયન લોકોને કોવિડ-19 વિરોધી રસી આપનારો દેશ બન્યો છે.

દેશમાં માત્ર 18 દિવસમાં જ આટલી મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DB9L.jpg

1 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત, કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી હોય તેવા લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. ભારતે રસીકરણની આ કવાયત ઝડપી પગલે આગળ વધારવાનું ચાલુ રાખ્યું છે.

કોવિડ-19 સામે ભારતની જંગમાં અન્ય મોરચે પણ નવી સફળતાઓ પ્રાપ્ત થઇ રહી છે.

છેલ્લા 24 કલાકમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, મણીપુર, પુડુચેરી, ગોવા, ઓડિશા અને આસામ છે.

કોવિડ-19માંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને મૃત્યુદરમાં પણ નોંધનીય ઘટાડો થયો છે જેના કારણે ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાવાનું ચાલુ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,60,057 થઇ ગઇ છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા 1.5%થી ઓછી (હાલમાં 1.49%) સુધી ઘટી ગઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C422.jpg

છેલ્લા 24 કલાકમાં 11,039 નવા કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે જે છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછો આંકડો છે. બીજી તરફ, સમાન સમયગાળામાં નવા 14,225 દર્દીઓ સાજા થઇ ગયા છે. એના કારણે કુલ પોઝિટીવ કેસમાં 3,296 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,04,62,631 છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર (97.08%) સતત સમગ્ર વિશ્વમાં સર્વાધિક પૈકી એક જળવાઇ રહ્યો છે.

સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે, હાલમાં 1,03,02,574 છે.

31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય દર્દીઓની સંખ્યા 5000થી ઓછી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UH6B.jpg

દેશમાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (1.91%) કરતાં ઊંચો છે. કેરળમાં સૌથી વધારે સાપ્તાહિક પોઝિટીવિટી 12% છે જ્યારે છત્તીસગઢમાં 7% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L3F7.jpg

3 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અંતર્ગત 41 લાખથી વધારે (41,38,918) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

2,727

2

આંધ્રપ્રદેશ

1,87,252

3

અરુણાચલ પ્રદેશ

9,791

4

આસામ

42,435

5

બિહાર

2,22,153

6

ચંદીગઢ

4,019

7

છત્તીસગઢ

79,676

8

દાદરા અને નગર હવેલી

867

9

દમણ અને દીવ

469

10

દિલ્હી

74,068

11

ગોવા

5,422

12

ગુજરાત

2,87,852

13

હરિયાણા

1,27,893

14

હિમાચલ પ્રદેશ

39,570

15

જમ્મુ અને કાશ્મીર

26,634

16

ઝારખંડ

55,671

17

કર્ણાટક

3,16,368

18

કેરળ

2,24,846

19

લદાખ

1,234

20

લક્ષદ્વીપ

807

21

મધ્યપ્રદેશ

2,98,376

22

મહારાષ્ટ્ર

3,18,744

23

મણીપુર

4,739

24

મેઘાલય

4,694

25

મિઝોરમ

9,932

26

નાગાલેન્ડ

4,093

27

ઓડિશા

2,08,205

28

પુડુચેરી

3,077

29

પંજાબ

61,381

30

રાજસ્થાન

3,39,218

31

સિક્કિમ

2,647

32

તમિલનાડુ

1,20,745

33

તેલંગાણા

1,70,043

34

ત્રિપુરા

32,196

35

ઉત્તરપ્રદેશ

4,63,793

36

ઉત્તરાખંડ

43,430

37

પશ્ચિમ બંગાળ

2,88,245

38

અન્ય

55,606

કુલ

41,38,918

 

છેલ્લા 24 કલાકમાં કુલ 3,845 સત્રોનું આયોજન કરીને 1,88,762 આરોગ્ય સંભાળ કર્મચારીઓને રસી આપવામાં આવી છે.

આજદિન સુધીમાં, દેશમાં કુલ 76,576 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

દૈનિક ધોરણે કોવિડ-19 વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005QB6K.jpg

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 85.62% દર્દીઓ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં સૌથી વધુ (5,747) દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે જ્યારે ત્યાર પછીના ક્રમે મહારાષ્ટ્ર (4,011) અને તમિલનાડુ (521)માં સૌથી વધુ દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006JHW2.jpg

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 83.01% દર્દીઓ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,716 નવા દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમ 1,927 અને 510 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007EQ6R.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 110 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા દૈનિક મૃત્યુ આંકમાં 66.36% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 30 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે કેરળમાં વધુ 16 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008VBJ7.jpg

 

SD/GP/BT



(Release ID: 1694698) Visitor Counter : 247