પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 4 ફેબ્રુઆરીના રોજ ‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે
Posted On:
02 FEB 2021 11:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરી ચૌરા ખાતે 'ચૌરી ચૌરા' શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે. આ દિવસે ‘ચૌરી ચૌરા’ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે, જે દેશની આઝાદીની લડતની એક ઐતિહાસિક ઘટના છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ચૌરી ચૌરા શતાબ્દીને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત શતાબ્દી સમારોહ અને વિવિધ કાર્યક્રમો 4 ફેબ્રુઆરી, 2021થી રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં શરૂ થશે અને 4 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલુ રહેશે.
(Release ID: 1694368)
Visitor Counter : 224
Read this release in:
Odia
,
Telugu
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada