નાણા મંત્રાલય

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે મોટી પહેલ

ઉજ્જવલા યોજનાના 1 કરોડ જેટલા લાભાર્થીઓને લાભ મળશે

જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે

સ્વતંત્ર ગેસ વાહક પ્રણાલી પરીચાલાકની સ્થાપના કરવામાં આવશે

Posted On: 01 FEB 2021 1:52PM by PIB Ahmedabad

કોવિડ - 19 લોકડાઉન સમયગાળા દરમિયાન સરકારે દેશભરમાં બળતણનો અવિરત પુરવઠો ચાલુ રાખ્યો હતો. લોકોના જીવનમાં બળતણની આવશ્યકતાના મહત્વને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે કેટલીક મહત્વપૂર્ણ પહેલની ઘોષણા કરી હતી. :

  • ઉજ્જવલા યોજનાનો 1 કરોડ અતિરિક્ત લાભાર્થીઓ સુધી વ્યાપ વધારવામાં આવશે. યોજનાનો લાભ 8 કરોડ પરિવારો મેળવી ચુક્યા છે.
  • આગામી ત્રણ વર્ષમાં, શહેરી ગેસ વિતરણ નેટવર્કમાં 100 વધારાના શહેરો ઉમેરવામાં આવશે.
  • જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
  • ભેદભાવ મુક્ત તમામ કુદરતી ગેસ પાઇપલાઇન્સમાં બુકિંગ અને સામાન્ય વાહક ક્ષમતાના સંકલનને સરળ બનાવવા માટે એક સ્વતંત્ર ગેસ વાહક પ્રણાલી પરીચાલાકની સ્થાપના કરવામાં આવશે.

Peroleum & natural gas.jpg

SD/GP/BT(Release ID: 1694064) Visitor Counter : 154