નાણા મંત્રાલય
બજેટમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ તમામ પાસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે 15,000 શાળાઓનો સમાવેશ કરવાની દરખાસ્ત
એનજીઓ/ખાનગી શાળાઓ/રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે
ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની રચનાનો પ્રસ્તાવ, આ હેઠળ માનકીકરણ, માન્યતા, નિયમનકારી અને ભંડોળ ઉભું કરવાનું કામ હશે
લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે
Posted On:
01 FEB 2021 1:43PM by PIB Ahmedabad
દેશની 15,000થી વધુ શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાઓને આવરી લેશે જેથી દેશમાં શિક્ષણની ગુણવત્તાને મજબૂત બનાવવામાં આવે. તે જ સમયે, તેણે તેમના પ્રદેશ માટે વધુ સારી શાળાના ઉદાહરણ તરીકે ઉભરી આવવું જોઈએ, જેથી એક શ્રેષ્ઠ નીતિ પ્રાપ્ત થાય અને અન્ય શાળાઓને પ્રેરણા મળે અને તેમને માર્ગ બતાવે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. તેમણે એમ ઉમેર્યું હતું કહ્યું કે એનજીઓ/ખાનગી શાળાઓ/રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ
નાણા મંત્રીએ ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની રચનાની દરખાસ્ત રજૂ કરતા તેની એકંદરે ભૂમિકા નિભાવવાની વાત કરી જેમાં 4 મુખ્ય પાસાં, માનકતા, માન્યતા, નિયમનકારી નિર્માણ અને ભંડોળ હશે.
શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે “આપણા ઘણા શહેરોમાં વિવિધ સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોલેજ છે જે સરકારના સમર્થનથી ચાલે છે. ઉદાહરણ તરીકે હૈદરાબાદ, જ્યાં લગભગ 40 મુખ્ય સંસ્થાઓ છે. એ જ રીતે, અન્ય 9 શહેરોમાં, અમે સમાન એકંદર માળખું બનાવીશું, જેથી આ સંસ્થાઓમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે, તેમજ તેમની સ્વાયતતા જાળવી શકાય. આ હેતુ માટે અનોખી ગ્રાન્ટ (ગ્લૂ ગ્રાન્ટ) શરૂ કરવામાં આવશે.
લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી
તેમણે લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની દરખાસ્ત કરી.
SD/GP/BT
(Release ID: 1693999)
Visitor Counter : 328
Read this release in:
Punjabi
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada