સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સતત ઘટાડાના વલણ સાથે ભારતમાં સક્રિય કેસોની સંખ્યા વધુ ઘટીને 1.68 લાખ રહી


છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસો કરતાં નવા સાજા થયેલા દર્દીની સંખ્યા વધારે

37 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

Posted On: 31 JAN 2021 12:25PM by PIB Ahmedabad

 

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. આના કારણે આજે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1.68  લાખ (1,68,784) થઇ ગઇ છે.

ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની ટકાવારી માત્ર 1.57% રહી છે.

દેશમાં 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં સક્રિય કેસોની સંખ્યા 5,000 કરતાં ઓછી છે. આંદામાન અને નિકોબારના ટાપુઓમાં માત્ર 4 સક્રિય કેસો છે જ્યારે દમણને દીવ તેમજ દાદરા અને નગર હવેલીમાં 6 સક્રિય કેસો રહ્યાં છે.

કુલ સક્રિય કેસોમાંથી 79.69% દર્દીઓ માત્ર 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. કેરળ અને મહારાષ્ટ્ર, આ બંને રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી સૌથી વધુ દર્દીઓ (69.41%) રહ્યાં છે.

દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા આ આંકડો આજે 1.04 કરોડ (1,04,23,125) સુધી પહોંચી ગયો છે. આના કારણે સાજા થવાનો દર 96.99% થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં, દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાયેલા 13,052 દર્દીઓની સામે નવા સાજા થયેલા દર્દીની સંખ્યા વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 13,965 દર્દીઓએ સાજા થા છે અને તેમને રજા આપવામાં આવી છે.

દેશમાં હાથ ધરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત હેઠળ 31 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 37.44 લાખ (37,44,334) લોકોને રસી આપવામાં આવી છે.

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

કુલ રસી લેનારાની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

2,727

2

આંધ્રપ્રદેશ

1,87,252

3

અરુણાચલ પ્રદેશ

9,651

4

આસામ

38,106

5

બિહાર

1,46,015

6

ચંદીગઢ

3,447

7

છત્તીસગઢ

72,704

8

દાદરા અને નગર હવેલી

692

9

દમણ અને દીવ

391

10

દિલ્હી

56,818

11

ગોવા

4,117

12

ગુજરાત

2,46,054

13

હરિયાણા

1,25,898

14

હિમાચલ પ્રદેશ

27,734

15

જમ્મુ અને કાશ્મીર

26,634

16

ઝારખંડ

40,726

17

કર્ણાટક

3,15,370

18

કેરળ

1,58,687

19

લદાખ

1,128

20

લક્ષદ્વીપ

807

21

મધ્યપ્રદેશ

2,98,376

22

મહારાષ્ટ્ર

2,69,064

23

મણીપુર

3,987

24

મેઘાલય

4,324

25

મિઝોરમ

9,346

26

નાગાલેન્ડ

3,993

27

ઓડિશા

2,06,424

28

પુડુચેરી

2,736

29

પંજાબ

57,499

30

રાજસ્થાન

3,29,611

31

સિક્કિમ

2,020

32

તમિલનાડુ

1,05,821

33

તેલંગાણા

1,68,606

34

ત્રિપુરા

29,796

35

ઉત્તરપ્રદેશ

4,63,793

36

ઉત્તરાખંડ

28,791

37

પશ્ચિમ બંગાળ

2,43,069

38

અન્ય

52,120

કુલ

37,44,334

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 5,275 સત્રોનું આયોજન કરીને કુલ 2,44,307 આરોગ્ય સંભાળ કર્મચારીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.

આજદિન સુધીમાં કુલ 68,962 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

દરરોજ કોવિડ-19 વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે.

વૈશ્વિક સ્તરે, ભારત સમગ્ર દેશમાં કુલ રસી લેનારા લાભાર્થીઓના સંદર્ભમાં સર્વાધિક સંખ્યામાં પાંચમા ક્રમે છે (29 જાન્યુઆરી 2021ના રોજની સ્થિતિ અનુસાર). સંખ્યાબંધ દેશોએ ભારત કરતાં વહેલાં રસીકરણ શરૂ કર્યું હોવા છતાં ભારતે નોંધનીય ઝડપ સાથે પ્રગતી કરી છે.

દેશમાં કુલ રસી લેનારા લાભાર્થીઓમાંથી 63.34% લોકો 8 રાજ્યોમાંથી છે.

ઉત્તરપ્રદેશમાં રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે જ્યારે ત્યારબાદ રાજસ્થાન અને કર્ણાટક છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 85.72% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 7,032 નવા દર્દી સાજા થયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 1,535 દર્દી જ્યારે કર્ણાટકમાં વધુ 547 દર્દી સાજા થયા છે.

નવા દૈનિક ધોરણે નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 83.72% દર્દીઓ 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 6,282 નવા દર્દી નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવા 2,630 દર્દીઓ જ્યારે તમિલનાડુમાં નવા 505 દર્દીનો ઉમેરો થયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 127 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 74.02% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (42) મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં વધુ 18 અને છત્તીસગઢમાં વધુ 9 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.


(Release ID: 1693700) Visitor Counter : 310