પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના રોજ વારાણસીમાં કોવિડ રસીકરણ અભિયાનના લાભાર્થીઓ અને રસીકરણ કરનારાઓ સાથે સંવાદ કરશે

प्रविष्टि तिथि: 21 JAN 2021 4:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં કોવિડ રસીકરણ અભિયાનના લાભાર્થીઓ અને રસીકરણ કરનારાઓ સાથે સંવાદ કરશે. આ ક્રિયાપ્રતિક્રિયામાં ભાગ લેનારાઓ રસીકરણનો પોતાનો ખુદનો અનુભવ શેર કરશે.

આ ક્રિયાપ્રતિક્રિયા એ વૈજ્ઞાનિકો, રાજકીય નેતાઓ, અધિકારીઓ અને અન્ય હિસ્સેદારો સાથે સતત સંવાદ અને ચર્ચાને અનુસરશે જેથી વિશ્વની સૌથી મોટી રસીકરણ ડ્રાઇવનું સરળ સંચાલન કરવામાં આવે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1690888) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam