પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી જો બાઈડેનને પદ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 20 JAN 2021 10:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જો બાઈડેનને અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા છે.

શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "જો બાઈડેનને અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ મારા હાર્દિક અભિનંદન. હું ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે તેમની સાથે કામ કરવા આશાન્વિત છું.

અમેરિકાના સફળ નેતૃત્વપૂર્ણ કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ કારણ કે આપણે વૈશ્વિક શાંતિ અને સલામતીને આગળ વધારવા માટે એકતા અને સ્થિતિસ્થાપકતા સાથે એકસમાન સામાન્ય પડકારોનો સામનો કરી રહ્યા છીએ.

ભારત-અમેરિકા ભાગીદારી સહિયારા મૂલ્યો પર આધારિત છે. આપણી પાસે એક નોંધપાત્ર અને બહુઆયામી દ્વિપક્ષીય કાર્યસૂચિ છે, જે આર્થિક જોડાણ અને ઉત્સાહથી પરિપૂર્ણ લોકોની વચ્ચે વધી રહી છે. ભારત-અમેરિકાની ભાગીદારીને વધારે ઉંચાઈ પર લઈ જવા માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે કામ કરવા પ્રતિબદ્ધ છું."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1690752) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam