સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ સાજા થયેલાનો આંકડો કુલ સક્રિય કસો કરતાં 1 કરોડથી પણ વધુ


8 મહિના પછી દૈનિક ધોરણે મૃત્યુઆંક ઘટીને 145 થયો

Posted On: 18 JAN 2021 12:07PM by PIB Ahmedabad

ભારતે કોવિડ સામેની જંગમાં પ્રાપ્ત કરેલી વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, દેશમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં કુલ સક્રિય કેસોની સંખ્યા કરતાં 1 કરોડથી પણ વધારે નોંધાઇ છે.

દેશમાં હાલમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 1,02,11,342 થઇ ગયો છે જ્યારે કુલ સક્રિય કેસોની સંખ્યા 2,08,012 નોંધાઇ છે. આ બંને આંકડા વચ્ચેના તફાવતમાં પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે જે હાલમાં 1,00,03,330 થઇ ગયો છે. દેશમાં સક્રિય કેસોની સરખામણીએ કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 50 ગણાથી વધારે છે.

આ સાથે, ભારતમાં સાજા થવાનો દર 96.59% સુધી પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 14,457 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે તેની સામે છેલ્લા 24 કલાકમાં નવા 13,788 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

 

ભારતમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને કોવિડના કારણે દૈનિક મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 150થી ઓછા એટલે કે 145 દર્દીના મૃત્યુ નોંધાયા છે. અંદાજે 8 મહિના (7 મહિના 23 દિવસ) પછી દૈનિક મૃત્યુઆંક આટલો ઓછો નોંધાયો છે.

નીચે આપેલો આલેખ છેલ્લા 24 કલાકમાં રાજ્યવાર મૃત્યુ સંખ્યા દર્શાવે છે. 15 રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોઇ મૃત્યુ નોંધાયું નથી જ્યારે 13 રાજ્યોમાં 1 થી 5 દૈનિક મૃત્યુ, 4 રાજ્યોમાં 5 થી 10 દૈનિક મૃત્યુ જ્યારે 1 રાજ્યમાં 10 થી 20ની વચ્ચે દૈનિક મૃત્યુ સંખ્યા નોંધાઇ છે જ્યારે 20 રાજ્યોમાં એક દિવસમાં 2 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

સાત રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં કુલ નવા સાજા થયેલા દર્દીઓમાંથી 71.70% કેસ હતા.

સમગ્ર દેશમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 4,408 નવા દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2,342 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં એક દિવસમાં વધુ 855 દર્દીઓ સાજા થઇ ગયા છે.

નવા સંક્રમિત થયેલા દર્દીઓમાંથી 76.17% કેસ માત્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 5,005 કેસ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનુક્રમે એક દિવસમાં 3,081 અને 745 નવા પોઝિટીવ કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ મૃત્યુમાંથી સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 83.45% દર્દી મૃત્યુ પામ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 50 દર્દીના મૃત્યુ નોંધાયા છે. ઉપરાંત, કેરળમાં વધુ 21 જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

               



(Release ID: 1689652) Visitor Counter : 293