સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારત સીમાચિહ્નરૂપ શિખરે – પ્રથમ વખત કુલ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા ઘટીને 2%થી ઓછી થઇ
છેલ્લા 23 દિવસથી સતત દૈનિક મૃત્યુઆંક 300થી ઓછો
ભારતમાં છેલ્લા 10 દિવસમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 20,000 કરતાં ઓછી નોંધાઇ
Posted On:
17 JAN 2021 12:19PM by PIB Ahmedabad
ભારત કોરોના સામેની જંગમાં સતત સુધારા તરફ આગળ વધી રહ્યું હોવાથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને તેના પરિણામે સક્રિય કેસની સંખ્યા પણ એકધારી ઘટી રહી છે.
ભારતમાં પ્રથમ વખત કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા ઘટીને 2%થી ઓછી (1.98%) થઇ છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 15,144 કેસ પોઝિટીવ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 2,08,826 થયું છે. છેલ્લા 10 દિવસથી સતત નવા કેસની સંખ્યા 20,000 કરતાં ઓછી નોંધાઇ રહી છે.
આકૃતિમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલો ફેરફાર દર્શાવ્યો છે. કેરળમાં 922 કેસ ઉમેરાવાથી મહત્તમ પોઝિટીવ ફેરફાર નોંધાયો છે જ્યારે મધ્યપ્રદેશમાં 433 કેસ ઓછા થવાથી મહત્તમ નેગેટિવ ફેરફાર નોંધાયો છે.
બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 17,170 નોંધાઇ છે. આથી કુલ સાજા થયેલા દર્દીઓની ટકાવારી 96.58% થઇ ગઇ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10,196,885 થઇ ગઇ છે. આ આંકડો સક્રિય કેસની સંખ્યા કરતા 99,88,059 (48.83 ગણો) વધારે છે.
નવા સાજા થયેલા કેસમાંથી 80.53% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
દેશમાં એક દિવસમાં સૌથી વધુ નવા દર્દીઓ કેરળમાં સાજા થયા છે જ્યાં નવા 5,011 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 3,039 દર્દીઓ જ્યારે ઉત્તરપ્રદેશમાં વધુ 930 દર્દીઓ સાજા થઇ ગયા છે.
નવા નોંધાયેલા દર્દીઓમાંથી 81% નવા કેસ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે સતત સર્વાધિક નવા દર્દીઓ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 5,960 દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમે નવા 2,910 અને 610 નવા દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.
ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા મૃત્યુઆંકમાં પણ એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં છેલ્લા 23 દિવસથી દૈનિક મૃત્યુઆંક 300થી ઓછો નોંધાઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 181 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી 66.30% મૃત્યુ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા હતા.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 52 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ ઉપરાંત, કેરળમાં વધુ 27 જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 15 વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા છે.
(Release ID: 1689557)
Visitor Counter : 246