પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિ પૂજન કરશે
Posted On:
16 JAN 2021 8:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીના રોજ સવારે 10:30 કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિ પૂજન કરશે. ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્ય મંત્રી અને કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રી આ પ્રસંગે હાજર રહેશે. મેટ્રો પ્રોજેકટ મારફતે આ શહેરોને પર્યાવરણલક્ષી ‘માસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ’ પૂરી પાડવામાં આવશે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અંગે
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 એ 28.25 કિ.મી. લંબાઈ ધરાવતો બે કોરિડોર ધરાવતો પ્રોજેકટ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો તેનો કોરિડોર-1, 22.8 કિ.મી. લંબાઈ ધરાવે છે. તેનો જીએનએલયુથી ગીફટ સીટી સુધીનો કોરિડોર- 2, 5.4 કિ.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેકટ છે. ફેઝ-2ને સંપૂર્ણપણે પૂરો કરવામાં રૂ. 5384 કરોડનો ખર્ચ થશે.
સુરત મેટ્રો રેલ પ્રોજેકટ અંગે
સુરત મેટ્રો રેલ પ્રોજેકટ 40.35 કિ.મી.ની લંબાઈ ધરાવતો 2 કોરિડોરનો પ્રોજેકટ છે. તેનો સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો કોરિડોર- 1, 21.61 કિ.મી.ની લંબાઈ ધરાવે છે. ભેંસાણથી સરોઈ સુધીનો કોરિડોર-2, 18.74 કિ. મી.ની લંબાઈ ધરાવે છે. પ્રોજેકટ પૂરો કરવામાં કુલ રૂ. 12,020 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેકટ પૂર્ણ કરવામાં રૂ. 12020 કરોડનો ખર્ચ થશે.
SD/GP/BT
(Release ID: 1689276)
Visitor Counter : 238
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam