સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 2.13 લાખ થયો


ભારતે દૈનિક ઓછા કેસોનું વલણ જાળવી રાખ્યુ; છેલ્લા 24 કલાકમાં 15,590 નવા કેસ ઉમેરાયા

Posted On: 15 JAN 2021 1:10PM by PIB Ahmedabad

ભારતનું કુલ સક્રિય કેસનુ ભારણ સતત નીચા સ્તરે ઘટતું જઇ રહ્યું છે. આજે તે ઘટીને 2.13 લાખ (2,13,027) થઇ ગયું છે.

ભારતનું વર્તમાન સક્રિય કેસનું ભારણ, ભારતના કુલ પોઝિટિવ કેસના 2.03% જેટલું છે.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001N5Y6.jpg

 

દેશના કોવિડ આંકડામાં દૈનિક ધોરણે ઉમેરાતા નવા કેસો તાજેતરના દિવસોમાં ઘટીને 20 હજારની નીચે છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા નવા કેસની સંખ્યા 15,590 હતી. જ્યારે સાથે જ 24 કલાકમાં 15,975 કેસ સાજા થયા હતા અને તેમને હોસ્પિટમલાંથી રજા આપવામાં આવી હતી.

છેલ્લા સાત દિવસ દરમિયાન પ્રતિ દસ લાખની વસતીએ ભારતમાં નવા કેસની સંખ્યા 87 હતી. તે વિશ્વમાં સૌથી ઓછા કેસ પૈકી એક છે. રશિયા, જર્મની, બ્રાઝિલ, ફ્રાન્સ, ઇટાલી અમેરિકા અને બ્રિટન સાથે તુલના કરીએ તો આ આંકડો નોંધપાત્ર પ્રમાણમાં નીચો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002INP5.jpg

કુલ સાજા થયેલા કેસની સંખ્યા 10,162,738 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર જે સ્થિર ગતીએ વધી રહ્યું છે, તે 99 લાખના આંકને પાર કરી ગયું છે અને હાલ તે 99,49,711 પર છે.

નવા કેસો કરતા વધારે સાજા થયેલા કેસોની સંખ્યાના તફાવતે પણ રિકવરી રેટને સુધાર્યો છે આજે તે 96.52% પર પહોંચ્યો છે.

નવા સામે આવેલા કેસો પૈકીના 81.15%કેસો 10 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળ્યા છે.

કેરળમાં 4,337 નવા સાજા થયેલા કેસની સંખ્યા સાથે એક દિવસમાં સૌથી વધારે દર્દી સાજા થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,309 લોકો સાજા થયા છે અને તેના પછી 970ની સંખ્યા સાથે છત્તીસગઢનો ક્રમ આવે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MFAW.jpg

 

77.56% નવા કેસ 7 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં છે.

કેરળ 5,490 નવા કેસ સાથે દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ ધરાવતા રાજ્યમાં મોખરે છે. તેના પછી 3,579 કેસ સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને, જ્યારે 680 નવા કેસ સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા સ્થાને છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004V3M0.jpg

છેલ્લા 24 કલાકમાં 191 મોત નોંધાયા છે.

નવા થયેલા મોત પૈકી 73.30% મોત છ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે (70) મોત નોંધાયા છે. જ્યારે કેરળ અને પશ્ચિમ બંગાળ અનુક્રમે 19 અને 17 મોત સાથે તેના પછી સ્થાન ધરાવે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H64T.jpg

છેલ્લા સાત દિવસ દરમિયાન ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તીએ માત્ર 1 નવું મોત નોંધાયું છે. 1.44% ના કેસ મૃત્યુદર સાથે, ભારતમાં પ્રતિ દસ લાખની વસતીએ મોતની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુઆંક પૈકી એક છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006WWV2.jpg

 

****

 

SD/GP/BT


(Release ID: 1688795) Visitor Counter : 239