સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસના ભારણમાં સ્થિર ઘટાડો યથાવત; કેસની સંખ્યા 2.5 લાખની નીચે પહોંચી


સતત 37મા દિવસે રોજ સાજા થતા દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે નોંધાતા નવા કેસ કરતા વધારે રહી

Posted On: 03 JAN 2021 9:55AM by PIB Ahmedabad

ભારતનું સક્રિય કેસના ભારણમાં સ્થિર ગતિએ ઘટાડાના પંથે આગળ વધવાનું યથાવત રહ્યું છે. આજે કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને 2.5 લાખ (2,47,220)ની નીચે પહોંચી ગયું છે.

આ બાબત નવા પ્રતિદિન નોંધાતા નવા કેસની સામે સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો અને તેમજ રોજ ઓછી સંખ્યામાં નોંધાતા મૃત્યને કારણે શક્ય બન્યું છે જેણે સક્રિય કેસના ભારણમાં ઘટાડો સુનિશ્ચિત કર્યો છે. ભારતનું વર્તમાન સક્રિય કેસનું ભારણ ભારતના કુલ પોઝિટિવ કેસના માત્ર 2.39%  છે. છેલ્લા 24 કલાકમાં વધુ 20,923 દર્દીઓ સાજા થવાને કારણે કુલ સક્રિય કેસમાં કુલ 2,963 દર્દીઓનો ઘટાડો નોંધાયો છે.

29 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10,000 કરતા પણ ઓછા સક્રિય કેસ છે.

દેશમાં દૈનિક ધોરણે નોંધાઇ રહેલી દર્દીઓની સાજા થવાની સંખ્યા છેલ્લા 37 દિવસથી રોજ નોંધાતા નવા કેસની તુલનામાં વધારે રહી છે. છેલ્લા 23 કલાક દરમિયાન રોજાયેલા નવા કેસની સંખ્યા 18,177 હતી જ્યારે તેની સામે તે સમયગાળા દરમિયાન જ 20,923 કેસ સાજા થયા હતા અને તેમને ડિસ્ચાર્જ અપાયો છે.

સાજા થતા કેસની સંખ્યામાં વધારાએ આજે રિકવરી રેટમાં પણ સુધારો કર્યો છે જે 96.16% પર પહોંચ્યો છે.

કુલ રિકવર એટલે કે સાજા થયેલા કેસની સંખ્યા 99,27,310 છે. રિકવર થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે હાલ તે 96,80,090 છે.

78.10% નવા રિકવર કેસ 10 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યા હતા.

કેરળમાં 4,985 નવા રિકવર્ડ કેસ સાથે એક દિવસમાં સૌથી વધારે રિકવરી નોંધાઇ છે, જ્યારે તેના પછી 2,110 લોકો સાથે મહારાષ્ટ્ર અને 1,963 કેસ સાથે છત્તીસગઢનો ક્રમ આવે છે

81.81% નવા કેસ 10 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં નોંધાયા છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 5,328 નવા કેસ નોંધાયા છે, તે બાદ 3,218 નવા કેસ સાથે મહારાષ્ટ્ર અને 1,1147 કેસ સાથે છત્તીસગઢનો ક્રમ આવે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન 217 મૃત્યુ નોંધાયા છે.

દેશમાં થયેલા મૃત્યુ પૈકી 69.59% મૃત્યુ દસ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે (51) મોત નોંધાયા છે.. તે બાદ પશ્ચિમ બંગાળ અને કેરળમાં અનુક્રમે 28 અને 21 મોત નોંધાયા છે.

 

SD/GP/BT

 



(Release ID: 1685843) Visitor Counter : 229