સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સ્થિર રીતે ઘટાડા તરફ વધીને, ભારતના સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 3.05 લાખ પર પહોંચ્યું


છેલ્લા 21 દિવસથી દૈનિક 40,000 કરતા પણ ઓછા નવા કેસ નોંધાયા છે

દેશના કુલ સક્રિય કેસ પૈકી 66% કેસ 10 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે

Posted On: 20 DEC 2020 11:28AM by PIB Ahmedabad

ભારતનો સક્રિય કેસનો માર્ગ સતત સ્થિર ગતિએ ઘટાડાના માર્ગે આગળ વધી રહ્યો છે. કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને આજે 3.05 લાખ (3,05,344) થઇ ગયું છે.

આ બધુ નવા કેસોની તુલનામાં દર્દીઓના સાજા થવાના ટ્રેન્ડ અને દૈનિક કોરોનાથી ઓછા મૃત્યુની સંખ્યાને કારણ શક્ય બન્યું છે જેણે સક્રિય કેસોના ભારણમાં કુલ ઘટાડો સુનિશ્ચિત કર્યો છે.

ભારતનું વર્તમાન સક્રિય કેસનુ ભારણ, ભારતના કુલ પોઝિટિવ કેસના માત્ર 3.04% છે. છેલ્લા 24 કલાકમાં 29,690 નવા કેસ સામે આવવાથી કુલ સક્રિય કેસમાં 3,407નો કુલ ઘટાડો નોંધાયો છે.

WhatsApp Image 2020-12-20 at 10.39.57 AM.jpeg

દેશમાં કુલ સક્રિય કેસ પૈકી 66% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે.

WhatsApp Image 2020-12-20 at 10.42.54 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા દૈનિક નવા કેસની સંખ્યા 26,624 છે. છેલ્લા 21 દિવસથી દેશમાં સતત 40,000 કરતા ઓછા કેસ નોંધાયા છે.

WhatsApp Image 2020-12-20 at 10.35.45 AM.jpeg

કુલ સાજા થયેલા કેસની સંખ્યા 96 લાખની નજીક પહોંચી રહી છે (9,580,402)

દર્દીઓ સાજા થવાનો નવો આંકડો નવા કેસોની સંખ્યા કરતા વધારે છે જેના કારણે આજે રિકવરી રેટ (સાજા થવાનો દર) સુધીને 95.51% પર પહોંચ્યો છે.

નવા સાજા થયેલા દર્દીઓ પૈકી 74.68% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યા છે.

કેરળમાં એક દિવસમાં 4,749 દર્દીઓ સાજા થવાની સાથે એક દિવસમાં મહત્તમ દર્દીઓ સાજા થયા છે. જ્યારે તે બાદ મહારાષ્ટ્રમાં 3,119 લોકો સાજા થયા હતા જ્યારે પશ્ચિમ બંગાળમાં 2,717 દર્દી સાજા થયા છે.

WhatsApp Image 2020-12-20 at 10.35.43 AM.jpeg

નવા કેસ પૈકી 76.62% કેસ દેશના 10 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.

કેરળમાં સૌથી વધુ 6,293 દૈનિક કેસ નોંધાયા છે. તેના પછી 3,940 નવા કેસ સાથે મહારાષ્ટ્રનો ક્રમ છે.

WhatsApp Image 2020-12-20 at 10.35.37 AM.jpeg

છેલ્લા 24 કલાક દરમિયાન 341 લોકોના મોત નોંધાયા છે.

નવા મોત પૈકી 81.23% મૃત્યુ દસ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં મહત્તમ મોત (74) નોંધાયા છે. જ્યારે તેના પછી પશ્ચિમ બંગાળ અને દિલ્લીનો અનુક્રમે 43 અને 32 મોત સાથે નંબર આવે છે.

WhatsApp Image 2020-12-20 at 10.35.41 AM.jpeg

SD/GP/BT



(Release ID: 1682199) Visitor Counter : 140