સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 3.52 લાખ; 149 દિવસનું સૌથી ઓછું
છેલ્લા 17 દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા દૈનિક સાજા થયેલા કેસ કરતા વધુ
સાજા થયેલા કેસની કુલ સંખ્યા 93.88 લાખ, સાજા થવાનો દર 95%
Posted On:
14 DEC 2020 10:44AM by PIB Ahmedabad
ભારતમાં સક્રિય કેસ આજે 3,52,586 થઈ ગયા છે. કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો હિસ્સો વધુ ઘટીને 3.57% થઈ ગયો છે. આ 149 દિવસ પછીનું સૌથી નીચું સ્તર છે. 18 જુલાઈ, 2020ના રોજ કુલ સક્રિય કેસ 3,58,692 હતા.
નવા કેસ કરતા દૈનિક સાજા થયેલા કેસની વધુ સંખ્યાના પરિણામે સક્રિય કેસના ભારણમાં ચોખ્ખો ઘટાડો થયો છે આ સાથે છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસમાં 3,960 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

છેલ્લાં 24 કલાકમાં રાષ્ટ્રીય આંકડામાં 27,071 નવા કેસ જોડાયા હતા જ્યારે છેલ્લા 24 કલાકમાં 30,695 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 17 દિવસથી દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધી ગઈ છે.

સાજા થયેલા કુલ કેસની સંખ્યા 94 લાખ (9,388,159)ની નજીક છે પરિણામે સાજા થવાનો દર 94.98% થઇ ગયો છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર વધતું રહ્યું છે અને હાલમાં તે 9,035,573 છે.

નવા સાજા થયેલા કેસમાંથી 75.58% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
કેરળમાં 5,258 દર્દીઓ સાજા થતા એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઇ છે. મહારાષ્ટ્રમાં 3,083 દર્દીઓ સાજા થયા છે. પશ્ચિમ બંગાળમાં 2,994 દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા નોંધાઈ છે.

નવા કેસમાંથી 75.82% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ દૈનિક નવા 4,698 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 3,717 નવા કેસ નોંધાયા છે જ્યારે ગઈકાલે પશ્ચિમ બંગાળમાં 2,580 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 336 મૃત્યુઆંકમાંથી 79.46% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 20.83% મૃત્યુ મહારાષ્ટ્રના છે જ્યાં 70 લોકોનાં મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં અનુક્રમે 47 અને 33 નવા મૃત્યુ થાય છે.

SD/GP/BT
(Release ID: 1680517)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam