સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને કુલ કેસના 3.62% પર પહોંચ્યું
કુલ સાજા થયેલા કેસની સંખ્યા કુલ સક્રિય કેસની સંખ્યાને પણ વટાવીને 90 લાખથી વધુને પાર પહોંચી
છેલ્લા 7 દિવસ દરમિયાન ભારતમાં સૌથી ઓછા દૈનિક કેસ તેમજ પ્રતિ દસ લાખની વસતીમાં સૌથી ઓછા દૈનિક મૃત્યુ નોંધાયા છે
Posted On:
13 DEC 2020 10:52AM by PIB Ahmedabad
છેલ્લા કેટલાક સપ્તાહથી સ્થાપિત વલણને એકધારી ગતિએ અનુસરતા, ભારતના સક્રિય કેસની સંખ્યાનું ભારણ ઘટીને કુલ કેસના 3.62% પર પહોંચી ગયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં નવા કેસની તુલનામાં દર્દીઓના સાજા થવાની સંખ્યામાં વધારો નોંધાયો છે. દૈનિક કેસની તુલનામાં દૈનિક ધોરણે વધારે દર્દીઓ સાજા થવાના વલણને કારણે ભારતનું સક્રિય કેસોનું ભારણ સતત ઘટી રહ્યું છે જે હાલ 3,56,546 છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,254 નવા કોવિડ પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા, જેની સામે 33,136 દર્દીઓ તે સમયગાળા દરમિયાન બીમારીથી સાજા થયા હતા. તેનાથી છેલ્લા 24 કલાક દરમિયાન કુલ સક્રિય કેસના ભારણમાં 3,273 કેસનો ઘટાડો જોવા મળ્યો છે.
છેલ્લા 7 દિવસ દરમિયાન ભારતમાં વિશ્વમાં પ્રતિ દસ લાખની વસતીમાં સૌથી ઓછા કેસ (158) કેસ નોંધાયા છે, પશ્ચિમના ઘણાં દેશો કરતા ખુબ ઓછા.
આજે કુલ સાજા થયેલા કેસની સંખ્યા 93,57,464 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસો વચ્ચેનું અંતર સ્થિર ગતિએ વધી રહ્યું છે અને તે આજે 90 લાખને પાર પહોંચી (90,918) પર પહોંચી ગયું છે. સાજા થવાના દરમાં પણ સુધારો થયો છે અને તે આજે 95% (94.93%) પર પહોંચી ગયો છે.
નવા રિકવર થયેલા 75.23% કેસ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.
કેરળ 5,268 લોકો કોવિડમાંથી રિકવર થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 3,949 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં વધુ 3,191 દર્દી દૈનિક ધોરણે સાજા થયા છે.
દસ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ નવા કેસમાં 75.71% પ્રદાન આપ્યું છે.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં 5,949 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઇકાલે 4,259 નવા કેસ નોંધાયા હતા. જ્યારે પશ્ચિમ બંગાળમાં 2,710 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન 391 દર્દીઓના મોત નોંધાયા છે. તે પૈકીના 77.78% મોત દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોઇપણ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં દૈનિક ધોરણે બેવડા આંકમાં મોત નોંધાયા નથી.
મૃત્યુના નવા કેસો પૈકી 79.28% મોત મહારાષ્ટ્રમાં નોધાયા છે જ્યાં 80 મોત નોંધાયા છે. દિલ્હીમાં 47 દર્દીના મોત થયા છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 44 નવા મોત નોંધાયા છે.
વૈશ્વિક સ્તરે તુલના કરીએ, તો ભારતમાં છેલ્લા 7 દિવસ દરમિયાન પ્રતિ દસ લાખની વસતીએ સૌથી ઓછા મોત (2) નો આંકડો નોંધાયો છે.
SD/GP/BT
(Release ID: 1680430)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu