પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 12 ડિસેમ્બરે FICCIની 93મી વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક સંમેલનમાં સંબોધન કરશે

Posted On: 10 DEC 2020 7:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 વાગ્યે FICCIની 93મી વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક સંમેલનમાં ઉદ્ઘાટન સંબોધન કરશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ FICCI વાર્ષિક એક્સ્પો 2020નું ઉદઘાટન પણ કરશે.

FICCI વાર્ષિક સંમેલન વર્ચ્યુઅલ રીતે 11, 12 અને 14 ડિસેમ્બર 2020ના રોજ યોજવામાં આવશે. આ વર્ષના વાર્ષિક અધિવેશનની થીમ પ્રેરિત ભારતછે. આ કાર્યક્રમમાં અનેક મંત્રીઓ, અમલદારશાહી, ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને અન્ય અગ્રણી વૈજ્ઞાનિકોની ભાગીદારી જોવા મળશે. સંમેલનમાં કોવિડ -19 ના અર્થતંત્ર પરના પ્રભાવ, સરકાર દ્વારા કરવામાં આવતા સુધારાઓ અને ભારતીય અર્થવ્યવસ્થા માટેના આગળના માર્ગ પર વિચારણા કરતા વિવિધ હિસ્સેદારો સાક્ષી બનશે.

FICCI વાર્ષિક એક્સ્પો 2020 11 ડિસેમ્બર, 2020થી શરૂ થશે અને એક વર્ષના સમયગાળા માટે ચાલુ રહેશે. વર્ચ્યુઅલ એક્સ્પો વિશ્વભરના પ્રદર્શકોને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને તેમના વ્યવસાયિક સંભાવનાઓને આગળ વધારવાની તક પૂરી પાડશે.

 

SD/GP/BT

 


(Release ID: 1679840) Visitor Counter : 155