પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઈન્ડીયન મોબાઈલ કોંગ્રેસમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 08 DEC 2020 11:42AM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં મારા સાથી શ્રી રવિશંકર પ્રસાદ, ટેલિકોમ ઉદ્યોગના અગ્રણીઓ અને અન્ય માનવંતા મહાનુભવો, ઈન્ડીયન મોબાઈલ કોંગ્રેસ 2020માં તમને સંબોધન કરતાં મને અત્યંત આનંદ થાય છે. અહીં ટેલિકોમ ક્ષેત્રનાં અત્યંત તેજસ્વી માનસ એકત્ર થયાં છે. આ ગ્રુપમાં નજીકના ભૂતકાળમાં અત્યંત મહત્વની ભૂમિકા બજાવવનારી આ સેકટરની ટોચની કંપનીઓ સામેલ છે અને તે ભારતને અત્યંત સમૃધ્ધ ભાવિ તરફ દોરી જશે તેવી અપેક્ષા છે.

મિત્રો,

આપણે કનેક્ટિવિટીમાં સુધારો થાય તેવી ઝડપી ગતિનો અનુભવ કરી રહ્યા છીએ ત્યારે પણ આપણે જાણીએ છીએ કે ઝડપમાં વધારાની હજૂ શરૂઆત જ થઈ છે. સૌ પ્રથમ ટેલિફોન કૉલ કરાયો ત્યાર પછી  આપણે ઘણી લાંબી મજલ કાપી છે. હકિકતમાં 10 વર્ષ પહેલાં પણ આપણા દેશમાં, આપણા સમાજ અને દુનિયા ઉપર મોબાઈલ ક્રાંતિ કેવી અસર પેદા કરશે તેની કલ્પના કરવી મુશ્કેલ હતી કે આગળ જે ભાવિ પડેલુ છે તે વર્તમાન પધ્ધતિને ખૂબ જ પ્રાચીન પૂરવાર કરશે. આ સંદર્ભમાં આપણે હવે પછીની ટેકનોલોજીકલ ક્રાંતિ મારફતે લોકોના જીવનમાં કેવુ પરિવર્તન લાવી શકીશુ તેની કલ્પના કરવી તે ખૂબ જ મહત્વનુ છે. બહેતર આરોગ્ય સેવા, બહેતર શિક્ષણ, તથા આપણા ખેડૂતો માટે બહેતર માહિતી અને તકો, નાના બિઝનેસનો બજાર સાથે બહેતર સંપર્ક એ એવા કેટલાક ધ્યેય છે કે જેની ઉપર આપણે કામ કરી શકીએ તેમ છીએ.

મિત્રો,

તમારા ઈનોવેશન અને પ્રયાસોને કારણે જ મહામારીના વ્યાપ છતાં દુનિયા કામ કરતી રહી શકી છે. તમારા પ્રયાસોને કારણે પુત્ર અલગ શહેરમાં વસતી માતા સાથે જોડાઈ શકે છે. વર્ગ ખંડમાં નહી હોવા છતાં એક વિદ્યાર્થી તેના શિક્ષક પાસે ભણી શકે છે. દર્દી પોતાના ઘરેથી જ ડોકટરનુ માર્ગદર્શન મેળવી શકે છે. અલગ ભૌગોલિક પ્રદેશમાંથી વેપારી તેના ગ્રાહક સાથે જોડાયેલો રહી શકે છે.

તમારા પ્રયાસોને કારણે જ સરકાર તરીકે અમે આઈટી અને ટેલિકોમ સેકટરની પૂર્ણ ક્ષમતાનો ખુલ્લી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. નવી અન્ય સર્વિસ પ્રોવાઈડર્સ માટેની માર્ગ રેખાઓ ભારતીય આઈટી સર્વિસ ઉદ્યોગને નવી ઉંચાઈ હાંસલ કરવામાં સહાયક બનશે. મહામારી ગયા પછી પણ લાંબા સમય સુધી તે આ સેકટરના વિકાસને વેગ આપશે. આ પહેલને કારણે આઈટી સર્વિસ ઉદ્યોગનું લોકશાહીકરણ કરવામાં તથા તેને આપણા દેશના દૂર-દૂરના ખૂણા સુધી લઈ જવામાં સહાય કરશે.

મિત્રો,

મિત્રો વર્તમાન સમયમાં આપણે એવા યુગમાં છીએ કે જેમાં મોબાઈલ એપ્પસ થોડાં વર્ષ જૂની થઈ ગઈ છે અને તે દાયકાઓથી હાજરી ધરાવનાર કંપનીઓના મૂલ્યને વટાવી જતી જણાય છે. ભારત માટે અને આપણા યુવાન ઈનોવેટર્સ માટે પણ આ સારી નિશાની છે. આપણા યુવાનો એવી ઘણી પ્રોડકટસ ઉપર કામ કરી રહ્યા છે, કે જે પૂરી દુનિયામાં પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

ઘણા બધા યુવાન ટેકનિશ્યનો મને કહે છે કે પ્રોડકટને ખાસ બનાવનારી બાબત કોડ છે. કેટલાક ઉદ્યોગસાહસિકો મને કહે છે કે કયો કન્સેપ્ટ વધુ મહત્વનો બની રહે છે. રોકાણકારો સૂચન કરી રહ્યા છે કે પ્રોજેકટના વ્યાપ માટે મૂડી મહત્વની બની રહે છે. પરંતુ, ઘણી વાર યુવાનો તેમની પ્રોડકટ માટે જે દ્રઢ નિશ્ચય ધરાવે છે તે અત્યંત મહત્વનો બની રહે છે. ઘણી વાર આવો દ્રઢ નિશ્ચય નફાકારક બનીને નિર્ગમન અને દુર્લભ્ય બનાવવામાં મહત્વનો બની રહેતો હોય છે. આથી મારા યુવા મિત્રોને મારો એ સંદેશો છે કે તે તેમની ક્ષમતામાં અને તેની સાથે સાથે પોતાની પ્રોડકટમાં પણ વિશ્વાસ રાખે.

મિત્રો,  

આજે આપણે એક અબજથી વધુ ફોન વાપરનારા લોકોનો દેશ છીએ. આજે દેશના એક અબજથી વધુ લોકો અનોખી ડિજિટલ ઓળખ ધરાવે છે. આજે આપણે ત્યાં 750 મિલિયનથી વધુ ઈન્ટરનેટ વપરાશકારો છે. નીચેની હકિકતોને આધારે આપણે ઈન્ટરનેટના પહોંચવાની વ્યાપની ઝડપ અને જોઈ શકીશું : ઈન્ટરનેટ વાપરનારા વર્ગમાંથી અડધો સમુદાય છેલ્લા 4 વર્ષમાં ઉમેરાયો છે. આપણા કુલ ઈન્ટરનેટ વપરાશકારોનો સમુદાય ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. આપણુ ડિજિટલ કદ અને ડિજિટલ ભૂખ અભૂતપૂર્વ છે. આપણે એવા દેશમાં વસીએ છીએ કે જ્યાં ટેરિફ દુનિયામાં સૌથી ઓછાં છે. આપણે દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતુ મોબાઈલ એપ્પ માર્કેટ છીએ. આપણા દેશની ડિજિટલ ક્ષમતા કદાચ માનવ જાતના ઈતિહાસમાં અદ્વિતીય છે.

મોબાઈલ ટેકનોલોજીના કારણે આપણે કરોડો અને કરોડો લોકોને અબજો ડોલરના લાભ પહોંચાડી શકીએ છીએ. મોબાઈલ ટેકનોલોજીને કારણે જ આપણે મહામારીના કાળ દરમિયાન સમાજના ગરીબ અને દયનીય સ્થિતિમાં જીવતા લોકો સુધી પહોચી શકીએ છીએ. મોબાઈલ ટેકનોલોજીને કારણે જ આપણે અબજોના કેશલેસ આર્થિક વ્યવહારો કરી શકીએ છીએ તેનાથી પારદર્શકતા અને ઔપચારિકરણમાં વધારો થયો છે. મોબાઈલ ટેકનોલોજીના કારણે જ આપણે ટૂલ બૂથ ઉપર સરળ સંપર્ક વિહીન ઈન્ટરફેસ કરી શકીએ છીએ અને મોબાઈલ ટેકનોલોજીના કારણે જ આપણે વિશ્વની સૌથી મોટી કેવિડ- 19 રસીકરણ ઝુંબેશ ચલાવી શકવા શક્તિમાન બનીશુ.

મિત્રો,

આપણે ભારતમાં મોબાઈલના ઉત્પાદનમાં ખૂબ જ સફળતા હાંસલ કરી શકયા છીએ. ભારત મોબાઈલના ઉત્પાદન માટેનું અત્યંત પસંદગીના સ્થાનમાંનુ એક બની રહ્યું છે. આપણે ઉત્પાદન સાથે જોડાએલી પ્રોત્સાહન યોજના મારફતે ભારતમાં ટેલિકોમ સાધનોની ડિઝાઈન, વિકાસ અને ઉત્પાદનની યોજના અમલમાં મુકી શકયા છીએ. આપણે સાથે મળીને ભારતને ટેલિકોમ સાધનોની ડિઝાઈન, વિકાસ અને ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવીએ.

આપણે એવી યોજના સાથે આગળ ધપી રહ્યા છીએ કે આગામી 3 વર્ષમાં દરેક ગામમાં હાઈ સ્પીડ ફાઈબર ઓપ્ટિક કનેક્ટિવિટી હાંસલ થશે. આપણે આંદામાન- નિકોબાર ટાપુને ફાયબર ઓપ્ટિક કેબલ સાથે જોડી ચૂકયા છીએ. આપણે એવા કાર્યક્રમો લાવી રહ્યા છીએ કે જેમાં વિશેષ રીતે એવા સ્થળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે જે મહત્વાકાંક્ષી જિલ્લા છે, જે ડાબેરી વીંગના આત્યંતિકતાનો ભોગ બનેલા જિલ્લા છે ઉત્તર પૂર્વનાં રાજ્યો, લક્ષદ્વિપ ટાપુ વગેરે. આપણે ફીક્સ્ડ લાઈન બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને પબ્લિક વાઈ- ફાઈ હોટ સ્પોટનો વ્યાપ વધારવા માટે ખાત્રી પૂર્વક આગ્રહી છીએ.  

મિત્રો,

ટેકનોલોજીકલ અપગ્રેડેશનને કારણે આપણે ત્યાં વારંવાર હેન્ડસેટ અને ગેઝેટ બદલતા રહેવાની સંસ્કૃતિ પ્રવર્તે છે. શું ઉદ્યોગ એવા ટાસ્ક ફોર્સની રચના કરી શકે કે જે ઈલેક્ટ્રોનિક વેસ્ટનો કારોબાર બહેતર બનાવે અને એક સરક્યુલર ઈકોનોમીનું નિર્માણ કરે ?  

મિત્રો,

મેં આપને આ પહેલાં શરૂઆતમાં જણાવ્યુ તે મુજબ, આ તો માત્ર શરૂઆત છે, ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિનું ભાવિ વિપુલ ક્ષમતા ધરાવે છે. આપણે ભવિષ્યમાં હરણફાળ ભરવા માટે અને કરોડો ભારતીયોના શક્તિકરણ માટે સમયસર 5જી અમલમાં મુકવા માટે સાથે મળીને કામ કરવાનું છે. હું આશા રાખુ છું કે આ સંમેલનમાં આવી બધી બાબતો અંગે વિચારણા થશે અને એવાં ફળદાયી પરિણામો સાથે બહાર આવશે કે જે આપણને આ મહત્વની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે આગળ ધપાવશે. હું આપ સૌને સર્વોત્તમ શુભેચ્છા પાઠવું છુ.

આપનો આભાર.

SD/GP/BT


(Release ID: 1679074) Visitor Counter : 327