સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 4.35% સુધી પહોંચી ગયું


છેલ્લા 7 દિવસથી નવા સાજા થયેલા કેસની સંખ્યા નવા નોંધાયેલા દર્દીઓ કરતાં વધારે જળવાઇ રહી છે

કુલ 0.9 કરોડથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું

Posted On: 04 DEC 2020 10:34AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસનું ભારણ ગઇ કાલે 4.44% હતું ત્યાંથી વધુ ઘટીને આજે 4.35% સુધી પહોંચી ગયું છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યાની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ છે અને છેલ્લા 7 દિવસથી આ વલણ એકધારું જળવાઇ રહ્યું છે. દૈનિક સાજા થનારા દર્દીઓની વધુ સંખ્યા નોંધાવાનું વલણ જળવાઇ રહ્યું હોવાથી ભારતમાં સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે અને આજે કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 4,16,082 સુધી પહોંચી ગઇ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડની બીમારીમાંથી વધુ 42,916 દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે જ્યારે સમાન સમયગાળામાં નવા સંક્રમિત થયેલા પોઝિટીવ દર્દીઓની સંખ્યા 36,595 નોંધાઇ છે. નવા સાજા થયેલા દર્દીઓ અને નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત વધ્યો હોવાથી છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસના ભારણમાં 6,861 કેસનો ઘટાડો નોંધાયો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Z3UU.jpg

ભારત હજુ પણ દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ (6,936) ધરાવતા દેશોમાં છે અને સંખ્યાબંધ પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં આ આંકડો ઓછો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WPCW.jpg

આજે દેશમાં દર્દીઓનો સાજા થવાનો સરેરાશ દર વધીને 94.2% સુધી પહોંચી ગયો છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી 90,16,289 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રીય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો વધીને 86,00,207 સુધી પહોંચી ગયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 80.19% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 8,066 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે જ્યારે ત્યારબાદ કેરળમાં સૌથી વધુ 5,590 દર્દી સાજા થયા છે. દિલ્હીમાં દૈનિક ધોરણે સાજા થનારાની સંખ્યા 4,834 નોંધાઇ છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PPU4.jpg

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 75.76% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 5,376 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 5,182 દર્દીઓ જ્યારે દિલ્હીમાં નવા 3,734 દર્દીઓ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PTV0.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 540 દર્દીઓના મૃત્યુ થયા છે જેમાંથી 77.78% દર્દી દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 21.29% દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 115 દર્દીએ જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં વધુ 82 જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 49 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ABIP.jpg

વૈશ્વિક સરખામણી કરીએ તો, ભારત પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી મૃત્યુ સંખ્યા (101) ધરાવતા દેશોમાંથી છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006WNIS.jpg

 

SD/GP/BT



(Release ID: 1678272) Visitor Counter : 166