પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચક્રવાત બુરેવીને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો

Posted On: 02 DEC 2020 8:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના કેટલાક ભાગોમાં ચક્રવાત બુરેવીને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી થીરૂ એડપ્પડી કે પલાનીસ્વામી સાથે સંવાદ કર્યો.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "તમિલનાડુના સીએમ થીરુ @EPSTamilNadu જી સાથે ટેલિફોન પર સંવાદ કર્યો. અમે ચક્રવાત બુરેવીને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સર્જાયેલી પરિસ્થિતિઓની ચર્ચા કરી હતી. કેન્દ્ર તમિલનાડુને તમામ  સંભવિત સમર્થન આપશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સુખાકારી અને સલામતી માટે  હું પ્રાર્થના કરું છું."

Had a telephone conversation with Tamil Nadu CM Thiru @EPSTamilNadu Ji. We discussed the conditions prevailing in parts of the state due to Cyclone Burevi. Centre will provide all possible support to TN. I pray for the well-being and safety of those living in the areas affected.

— Narendra Modi (@narendramodi) December 2, 2020

 

SD/GP/BT


(Release ID: 1677809) Visitor Counter : 128