સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દેશમાં દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુમાંથી 71% દર્દીઓ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, કેરળ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના છે
22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછો મૃત્યુદર
Posted On:
29 NOV 2020 1:31PM by PIB Ahmedabad
દેશમાં છેલ્લા 24 કલાકમાં 496 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં છે જેમાંથી 70.97% દર્દીઓ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, કેરળ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના હતા.
દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 89 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. ત્યારપછી, સર્વાધિક મૃત્યુ મામલે મહારાષ્ટ્ર 88 દર્દીના મૃત્યુ સાથે દિલ્હીની ખૂબ જ નજીક છે. પશ્ચિમ બંગાળમાં વધુ 52 દર્દીના મૃત્યુ થયા છે.
નવેમ્બર મહિનામાં દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યાની સરેરાશમાં થતા ફેરફારોના આંકડા નીચે દર્શાવ્યા છે.
22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછો મૃત્યુદર નોંધાયો છે.
આજે દેશમાં સક્રિય કેસનું ભારણ 4,53,956 છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસમાંથી વર્તમાન સમયમાં સક્રિય કેસનું ભારણ 4.83% છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિય કેસમાં થયેલા ફેરફારના આંકડાઓ નીચે દર્શાવ્યા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,940 નવા કેસના ઉમેરા સાથે વૃદ્ધિ તરફી તફાવત નોંધાયો છે જ્યારે દિલ્હીમાં સૌથી વધુ 1,603 સક્રિય કેસ ઓછા થવાથી ઘટાડા તરફી તફાવત નોંધાયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,810 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે.
દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસમાંથી 70.43% દર્દીઓ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે કોવિડના સૌથી વધુ 6,250 કેસ નોંધાયા છે. ત્યારબાદ સર્વાધિક નવા કેસ મામલે 5,965 કેસ સાથે મહારાષ્ટ્ર અને 4,998 નવા કેસ સાથે દિલ્હી ટોચે છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 88 લાખથી વધુ (88,02,267) થઇ ગઇ છે જેના કારણે રાષ્ટ્રીય સાજા થવાનો દર આજે 93.71% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 42,298 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા કેસમાંથી 68.73% દર્દીઓ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 6,512 નવા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. ત્યાર પછીના ક્રમે, કેરળમાં 5,275 અને મહારાષ્ટ્રમાં 3,937 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
SD/GP/BT
(Release ID: 1676997)
Visitor Counter : 145
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam