વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોરોનાવાયરસ નિદાન માટે CSIR-CCMBની ડ્રાય સ્વેબ ડાયરેક્ટ RT-PCR પદ્ધતિને ICMRની મંજૂરી મળી


આ પદ્ધતિથી કોઈ પણ વધારાના સંશોધન વિના તાત્કાલિક ધોરણે પરીક્ષણમાં બેથી ત્રણ ગણો વધારો કરી શકાશે

Posted On: 28 NOV 2020 2:58PM by PIB Ahmedabad

સીએસઆઇઆર (CSIRs)ની પ્રયોગશાળા સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયલોજી (CCMB), હૈદરાબાદએ સાર્સ-કોવ-2નું નિદાન વધારવા માટે વિકસાવેલી સરળ અને ઝડપી પરીક્ષણ પદ્ધતિ ડ્રાય સ્વેબ-ડાયરેક્ટ RT-PCRને હવે આઇસીએમઆરએ એની સ્વતંત્ર માન્યતા પર આધારિત મંજૂરી આપી છે. CSIR-CCMB દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિ હાલની ગોલ્ડ સ્ટાન્ડર્ડ RT-PCRનું સરળ વેરિએશન છે તથા સંસાધનોનું નવું રોકાણ કર્યા વિના પરીક્ષણમાં 2થી 3 ગણો વધારો સરળતાપૂર્વક કરી શકાશે. આ પદ્ધતિનું મૂલ્યાંકન કરીને અને 96.9 ટકાની સુસંગતા પ્રાપ્ત થયા પછી આઇસીએમઆરએ હવે CSIR-CCMB ડ્રાય સ્વેબ પદ્ધતિના ઓછા ખર્ચ અને ઝડપી ટર્ન-એરાઉન્ટ ટાઇમને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરવા માટે એડવાઇઝરી બહાર પાડી છે.

CSIR-CCMB, હૈદરાબાદએ એપ્રિલ, 2020થી અત્યાર સુધી કોરોનાવાયરસ માટે પરીક્ષણ માટે નમૂના લીધા છે. તેલંગાણાના હેલ્થકેર વર્કર્સ સાથે સતત કામ કરીને પ્રયોગશાળાએ કેટલાંક મુખ્ય મુદ્દા તારવ્યાં છે, જેનાથી પરીક્ષણની પ્રક્રિયા ધીમી પડે છે. ત્યારબાદ પરીક્ષણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સંશોધકોએ કોવિડ-19 વાયરસ માટે ડ્રાય સ્વેબ આરએનએ-એક્સ્ટ્રેક્શન ફ્રી ટેસ્ટિંગ પદ્ધતિ વિકસાવી છે.

વધારે સરળ શબ્દોમાં કહીએ તો, ડ્રાય સ્વેબ-ડાયરેક્ટર RT-PCR પદ્ધતિમાં ડ્રાય સ્ટેટમાં (વાયરલ ટ્રાન્સપોર્ટ માધ્યમ વીટીએમનો ઉપયોગ કરવાને બદલે)માં નેસલ સ્વેબનું કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સંકળાયેલું છે, જેથી નમૂનાઓનું સરળ પરિવહન અને સંચાલન થાય છે તથા એનાથી ઇન્ફેક્શનનો વધારે પ્રસાર થવાનું જોખમ અતિ ઓછું છે. બીજું, નમૂનામાંથી આરએનએ અલગ કરવાની જરૂર રહેતી નથી અને એમાં આઇસીએમઆર દ્વારા સૂચિત કિટનો ઉપયોગ કરીને ડાયરેક્ટ RT-PCR દ્વારા નમૂનાનું સરળ પ્રોસેસિંગ સંકળાયેલું છે. પરંપરાગત પદ્ધતિની સરખામણીમાં આરએનએ અલગ કરવાનું પગલું દૂર કરવાથી મોટો ફાયદો થાય છે, કારણ કે આરએનએને અલગ કરવાનું પગલું સમય, ખર્ચ અને તાલીમબદ્ધ માનવઊર્જાની દ્રષ્ટિએ મોટો અવરોધ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સમાન સંસાધનો સાથે અને કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વિના નમૂનાનું પરીક્ષણ થઈ શકશે અને તાત્કાલિક ઓછામાં ઓછા 2થી 3 ગણા વધારે નમૂનાનું પરીક્ષણ થઈ શકશે.

CSIRના ડીજી ડો. શેખર સી માંડેએ આ અંગે જણાવ્યું હતું કે, ડ્રાય-સ્વેબ ડાયરેક્ટ RT-PCR પદ્ધતિ વાજબી ખર્ચ ધરાવે છે, નવી કિટની જરૂરિયાત વિના એનો ઉપયોગ કરવો સરળ છે અને હાલ માનવઊર્જા વધારાની કોઈ પણ પ્રકારની તાલીમ વિના આ કામગીરી કરી શકે છે એટલે દેશમાં ઝડપથી પરીક્ષણ ક્ષમતા વધારવામાં નોંધપાત્ર પ્રદાન કરી શકે છે.

CCMBના ડાયરેક્ટર ડો. રાકેશ મિશ્રાએ ઉમેર્યું હતું કે, “ઓટોમેટિક રીતે પણ આરએનએ એક્સ્ટ્રેક્શન અંદાજે 500 નમૂના માટે 4 કલાક લે છે. વીટીએમ અને આરએનએ એક્સટ્રેક્શન બંને કોરોનાવાયરસ માટે મોટા પાયે પરીક્ષણ માટે જરૂરી નાણાં અને સમયની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે ભારણ વધારે છે. અમારું માનવું છે કે, આ ટેકનિક માટે તમામ પ્રકારની વ્યવસ્થા માટે લાયકાતની જરૂર છે તથા પરીક્ષણના ખર્ચ અને સમયમાં 40થી 50 ટકા સુધીનો ઘટાડો કરવાની સંભવિતતા ધરાવે છે.”

મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, CSIR-CCMBની સુધારેલી પદ્ધતિનું સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાઇગ્નોસ્ટિક (CDFD), IISER-બેરહાપ્મુર, CSIR-NEERI, GMCH-નાગપુર, પૂણેમાં જિનપથ, નાગપુરમાં IGGMSH અને MAFSU તેમજ અપોલો હોસ્પિટલ્સ, હૈદરાબાદ જેવી વિવિધ ટોચની સંસ્થાઓ અને હોસ્પિટલોએ સ્વતંત્ર રીતે સમર્થન આપ્યું છે. ઉપરાંત આ સુધારેલી પદ્ધતિને CSIR-CCMB દ્વારા સમકક્ષ સમીક્ષા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે તથા દુનિયાના કેટલાંક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ્સમાં અન્ય વૈજ્ઞાનિક જૂથોએ પણ પ્રકાશિત કરી છે.

 

SD/GP/BT(Release ID: 1676788) Visitor Counter : 288