પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જોહનસન સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 27 NOV 2020 7:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેલિફોન ઉપર યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બોરિસ જોહનસન સાથે વાર્તાલાપ કર્યો.

બંને નેતાઓએ કોવિડ -19 રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારો વિશે વિચારોની આપ-લે કરી અને રસી વિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રે ભારત અને યુકે વચ્ચેના આશાસ્પદ સહયોગની સમીક્ષા કરી.

બંને નેતાએ કોવિડ પછીના તથા બ્રેકઝિટ પછીના યુગમાં ભારત-યુકે ભાગીદારીમાં વધારો દર્શાવવાની તેમની સહિયારી ઇચ્છાને પુનરાવર્તિત કરી અને સંમત થયા કે વેપાર અને રોકાણ, વૈજ્ઞાનિક સંશોધન, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓની ગતિશીલતા તેમજ સંરક્ષણ અને સુરક્ષમાં સંભાવિત્તાઓ રહેલી છે.

તેમણે હવામાન પલટા સામેની લડતમાં ભારત અને યુકેના જોડાણ ઉપર ખાસ ભાર મૂક્યો અને આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ અને આપત્તિજનક સ્થિતિસ્થાપક માળખા માટેના જોડાણ જેવા પ્લેટફોર્મ હેઠળ તેમના સહયોગની પ્રશંસા કરી.

બંને નેતા સંમત થયા કે બંને દેશના અધિકારીઓ ભારત-યુકે ભાગીદારી માટે તથા મહત્વાકાંક્ષી લાંબા ગાળાના રોડમેપને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાનું કાર્ય ચાલુ રાખશે.

 

SD/GP/BT



(Release ID: 1676600) Visitor Counter : 193